સિંહ-વાઘના સંરક્ષણ માટે કેટલું ફંડ? MP પરિમલ નથવાણીનો રાજ્યસભામાં સવાલ

How Much Fund For Gir Lion And Bengal Tiger By Government of India

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ વાઘ-સિંહના સંરક્ષણ અંગે એક પ્રશ્ન રાજ્યસભામાં પૂછ્યો હતો અને તેના જવાબ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આપ્યો હતો. દેશમાં કેન્દ્ર સરકારે કેટલી રકમ વાઘ અને સિંહની જાળવણી પાછળ ફાળવી તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં ઉત્તર આપતા બાબુલ સુપ્રિયોએ માહિતી આપી કે કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 2967 વાઘ માટે રૂ. 1010.42 કરોડ અને 523 સિંહ માટે રૂ. 32 કરોડ રુપિયા સંરક્ષણ માટે ફાળવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Amreli: Forest dept swings into action on suspect of mysterious disease outbreak among lions

આ પણ વાંચો :  Yes બેંકના ખાતાધારકોને મોટી રાહત, જાણો કઈ તારીખથી ઉપાડી શકશે રુપિયા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  આઉટસોર્સિંગથી થતી ભરતી સામે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ, સરકારી વકીલને કરી ટકોર, જુઓ VIDEO

કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. 32 કરોડનું ફંડ આપ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ 16, 2020ના રોજ રાજ્ય સભામાં સાંસદ પરીમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારના જવાબ અનુસાર એશિયાઈ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ 2016-17, 2017-18 અને 2018-19ના વર્ષ માટે અનુક્રમે રૂ. 4.98 કરોડ, રૂ. 5.59 કરોડ અને રૂ. 21.42 કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગર હેઠળ રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.17 કરોડનું ભંડોળ આપ્યું હતું.

READ  NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર 'None of the Above'? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી. રાજ્ય સરકારે થોડા સમય પહેલાં રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃત્તિઓના અમલ માટે રૂ. 350 કરોડને મંજૂરી આપી હતી. પરંતુ, કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર છે કારણ કે તે માત્ર ગુજરાતમાં ગીર અને જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.”

મંત્રીના નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મંત્રાલયે ગંભીર રીતે લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવા માટે રીકવરી પ્રોગ્રામના ભાગરૂપે કેન્દ્ર પ્રાયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજનાના  એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ અન્વયે 2018-19થી શરૂ કરીને 2020-21 સુધીના ત્રણ વર્ષ માટે રૂ. 97.85 કરોડની ફાળવણી કરી એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

READ  ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ પેપર તપાસણીમાં કેટલાક શિક્ષકોની ભૂલને લઈ હવે તાલીમ અપાશે

Maharashtra: 3 people injured after a tiger attacked them in a village in Bhandara district today

સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં એશિયાઇ સિંહોની સંખ્યા વર્ષ 2005ના 359થી 45.68 ટકા વધીને વર્ષ 2015માં 523 થઈ હતી. જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ 2010માં 1706માં 73.91 ટકાના વધારા સાથે વર્ષ 2018માં 2967 થઈ હતી.

સરકાર તરફથી એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં જ મંત્રાલય દ્વારા વન્યજીવો દ્વારા સર્જવામાં આવતી તારાજીના સંદર્ભે રહેમરાહે આપવામાં આવતી રકમ અને વળતરની રકમ વધારીને મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. 5 લાખ, ગંભીર ઇજા માટે રૂ. 2 લાખ અને નજીવી ઇજા માટે રૂ. 25,000 કરવામાં આવી છે. જ્યારે મિલકત/પાકને થયેલા નુકસાનનો ખર્ચ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ ચૂકવવાનો રહે છે.

 

Oops, something went wrong.
FB Comments