જાણો નિરવ મોદીને ભારત લાવવા માટે કેટલો સમય લાગી શકે?

PNB કૌભાંડના આરોપી નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે પણ હાલમાં તેને ભારત લાવવો સરળ નથી. તેના માટે ઘણી પ્રક્રિયાઓને પુરી કરવી પડશે.

નિરવ મોદીની વિરૂધ્ધ પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થવામાં લાંબો સમય લાગી શકે છે. વેસ્ટ મિન્સટર કોર્ટે 13 માર્ચે નિરવ મોદીની વિરૂધ્ધ ધરપકડનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારે તેને એક મોટી જીત ગણાવી છે.

જયવાલા એન્ડ કંપની, LLP, બ્રિટેનના સંસ્થાપક સરોશ જયવાલાએ કહ્યું કે 13,500 કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં નિરવ મોદીને પ્રત્યાર્પણ કરવા માટે વોરંટ ઈસ્યુ કરવું પ્રથમ પગલુ હતુ. તેમને જેલમાં મોકલવામાં આવ્યા પછી જામીનની અરજી આપવામાં આવશે અને ત્યારે કોર્ટ તેમની અરજી સાંભળશે.

READ  દેશમાં આતંકી હુમલા બાદ કુંભમેળામાં હાજર સંતોનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું, 'મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરનારને આપીશું રૂ.5 કરોડનું ઈનામ'

નિરવ મોદીના પ્રત્યાપર્ણનો આદેશ આપ્યા પછી બ્રિટેનના ગૃહ સચિવ ફરીથી અનુપાલનના આદેશ પર હસ્તાક્ષર કરશે. તેમાં પણ મુશ્કેલી આવી શકે છે. જયવાલાએ કહ્યું કે નિરવ મોદીએ પહેલાથી જ કોઈ યુરોપિયન દેશની નાગરિકતા લીધી હોય અથવા તેની પાસે આંતરરાષ્ટીય નાગરિકતા હોય તેનાથી કોઈ ફેર નહી પડી શકે. જો નિરવ મોદી બ્રિટેનમાં જ રહે છે પણ અલગ અલગ કાયદાકીય એજન્સીઓના કારણે કાયદાકીય લડત લડવી પડશે. તેમાં લાંબો સમય લાગી શકે છે.

READ  અમદાવાદઃ પિરાણાના કચરાના ડુંગરમાંથી મળી 10 અને 12ની માર્કશીટ, વર્ષ 2015ની માર્કશીટો મળી આવતા ખળભળાટ

Oops, something went wrong.

FB Comments