તામિલનાડુના મહાબલિપુરમમાં મળશે વિશ્વના બે શક્તિશાળી નેતાઓ..

તામિલનાડુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા તૈયાર છે. મહાબલિપુરમમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બંને નેતાઓને આવકારવા માટે 7000 જેટલા વિદ્યાર્થીઓ રસ્તા પર હશે. 700 કલાકારોને રજૂઆત માટે બોલાવવામાં આવ્યા છે. 9,000 પોલીસ સુરક્ષા માટે તૈનાત છે. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે 500 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં સંબોધન કરતા કહ્યું, કોંગ્રેસની પાસે દેશને લૂંટનારાઓની મોટી ફોજ છે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીની પ્રતિનિધિ મંડળ ચેન્નઈની એક હોટલમાં રોકાશે, ત્યાંથી મહાબલિપુરમ જવાના માર્ગ ઉપર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવે 34 અધિકારીઓની ટીમ બનાવી છે. આ બધાને ચેન્નઈ એરપોર્ટથી મહાબલિપુરમ સુધી 34 સ્થળોએ તહેનાત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનની નફ્ફટાઈની પોલ ખોલતો VIDEO, પુલવામા આતંકી હુમલામાં હાથ ન હોવાના નાપાક દાવાની સાંભળો હકીકત !

છેલ્લા બે અઠવાડિયામાં મહાબલિપુરમની સૂરત બદલાય છે. શુક્રવારે મોદી અને જિનપિંગ રોકાશે તે મંદિરની નજીક ડઝનેક દુકાનો બંધ કરી દેવામાં આવી છે. શહેરથી ત્રણ કિલોમીટર દૂર બસો અટકાવવામાં આવી રહી છે. તમિલનાડુ માટે આ તક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 1997 માં રાણી એલિઝાબેથની મુલાકાત પછી પહેલીવાર અહીં આટલા મોટા સ્તરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

READ  ભારતની એર સ્ટ્રાઇક સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 મોબાઇલ હતા સક્રિય, પુરાવાને લઇને ટેક્નીકલ રિસર્ચ ટીમનો સૌથી મોટો દાવો

આ પણ વાંચો: શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top News Stories Of Gujarat : 29-01-2020| TV9News

FB Comments