7 હજાર વિદ્યાર્થીઓ, 9 હજાર પોલીસકર્મીઓ અને 700 કલાકારો, વડાપ્રધાન મોદી અને શી જિનપિંગના સ્વાગત માટે મહાબલીપુરમ તૈયાર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તૈયારી માટે તમિલનાડૂ તૈયાર છે. મહાબલીપુરમમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બંને નેતાઓના સ્વાગતમાં રોડ પર લગભગ 7 હજાર વિદ્યાર્થીઓ રહેશે, 700 કલાકારોને પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

સુરક્ષા માટે 9000 પોલીસકર્મીઓ નજર રાખશે. 500 CCTV કોઈ પણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિ પર નજર રાખવા માટે લગાવવામાં આવ્યા છે. મંગળવારે એર ચાઈનાના એક કાર્ગો એરક્રાફ્ટમાં જિનપિંગ અને તેમના કાફલા માટે 4 બુલેટપ્રૂફ ગાડીઓ ચેન્નાઈ પહોંચશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ, સુરતના ચોકીદારોમાં લોકપ્રિય બની ગઈ 'મૈં ભી ચોકીદાર'ની ટીશર્ટ..!!

ચીની પ્રતિનિધિમંડળ ચેન્નાઈની એક હોટલમાં રોકાશે. ત્યાંથી મહાબલીપુરમ સુધીના રસ્તામાં ભારે પોલીસદળ તૈનાત છે. ચીફ સેક્રેટરીએ 34 અધિકારીઓની એક ટીમ બનાવી છે. તે તમામ લોકોને ચેન્નાઈ એરપોર્ટથી લઈ મહાબલિપુરમ સુધી 34 જગ્યાઓ પર તૈનાત કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાફેલના જરૂરી દસ્તાવેજોની ફાઇલ ચોરી થયા હોવાની વાત કરી લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મુશ્કેલી વધી, કોંગ્રેસે અપાનાવ્યો આક્રમક મોડ

 

 

પહેલા શી જિનપિંગને મહાબલીપુરમના એક બીચસાઈડ રિર્સોટમાં રહેવાનો પ્લાન હતો પણ ચીની અધિકારીઓએ દરિયાથી જોખમ હોવાને કારણે, સિક્યોરિટી એજન્સીઓએ ફિશિંગ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમોએ બંગાળની ખાડીમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દરિયાઈકિનારે બનેલા ટી-સ્ટોલ્સને હટાવી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી અને શી જિંગપિંગ જે મંદિરમાં શુક્રવારે રહેશે, તેની પાસેની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. બસને પણ 2થી 3 કિલોમીટર દુર રોકવામાં આવી રહી છે. તમિલનાડુ માટે આ તક ખુબ મહત્વની છે, કારણ કે 1997માં ક્વીન એલિઝાબેથની યાત્રા પછી પ્રથમ વખત આટલા મોટા સ્તરનું આયોજન થઈ રહ્યું છે.

READ  જાણો કયા 3 પરિબળોની લીધે 13 દિવસ સતત નીચે ગયુ બજાર

 

Oops, something went wrong.
FB Comments