ગુજરાતમાં બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છો, જાણો બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો

અમેરિકાની માફક ભારતમાં પણ બંદૂક મેળવવી સરળ નથી. વગર લાઈસન્સ ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી. બંદૂકનું લાઇસન્સ સરળતાથી મળતું નથી. ગુજરાત અથવા સમગ્ર ભારતમાં કોઈપણ સામાન્ય વ્યક્તિએ બંદૂકને પોતાની સાથે રાખવા લાઇસન્સની જરૂર પડે જ છે.

આ પણ વાંચોઃ સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લાઇસન્સ માટે ફોર્મ ‘A’ પોલીસ કાર્યાલયમાંથી પ્રાપ્ત કરવાનું હોય છે અથવા સ્ટેટ પોલીસની વેબ સાઈટમાંથી પણ આ ફોર્મ ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. આ ફોર્મને એપ્લાય કરતા પહેલા પાંચ રૂપિયાનો સ્ટેમ્પ લગાવો પડે છે. પછી આ ફોર્મની બધી જ વિગતો ભરી દેવાની અને આ ફોર્મને મેજિસ્ટ્રેટ કે પોલીસ કમિશનરની અંતર્ગત જે કાર્યાલય હોય એમાં સબમિટ કરાવવાનું હોય છે. ફોર્મને જમા કર્યા બાદ પોલીસ અધિકારી અરજદારને એક રસીદ આપે છે. રસીદમાં અરજદાર પર કોઈ ગૂનો દાખલ નથી તેની પુષ્ટી પણ કરવામાં આવે છે.

Three pistols laying on table with bullets

સામાન્ય નાગરિકો માટે શોર્ટગન, હેન્ડગન અને સ્પોર્ટિંગ ગનનું લાઈસન્સ જાહેર થયા છે. એક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે. બંદૂકના લાઇસન્સ માટે આ તમામ પૂરાવા આપવા પડે છે. લાઇસન્સ માટે અરજદારનું ઓળખ પત્ર, ફિટનેસ પ્રૂફ્ર, રાશન કાર્ડ, પાસપોર્ટ સાઈના 2 ફોટો સાથે બે લોકોની સાક્ષી સહી સહિતની માહિતી રજૂ કરવી પડે છે. તો સૌથી મહત્વની વાત એ છે કે, અરજી ફોર્મમાં એ વાતનો ઉલ્લેખ કરવો પડશે કે તમે બંદૂક શા માટે રાખવા માગો છો.

કોણ કોણ બંદૂકનું લાઈસન્સ મેળવી શકે છે.

સામાન્ય રીતે મિલકતની સુરક્ષા, વ્યક્તિ પોતાની સુરક્ષા માટે બંદૂક રાખી શકે છે. ત્રણથી વધારે બંદૂકના લાઇસન્સ કોઈ વ્યક્તિ રાખી શકતો નથી જો આવુ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. લાઈસન્સની અરજી કર્યા બાદ સામાન્ય રીતે 90 દિવસમાં તેનો જવાબ મળી જતો હોય છે. સમગ્ર પ્રક્રિયા પોલીસની તપાસ આધારે નક્કી થાય છે. બંદૂકનું લાઇસન્સ મેળવ્યા બાદ હથિયારને તમારી સાથે રાખી શકો છો. રાજ્ય બહાર બંદૂકને લઈ જવાના કેટલાક નિયમો છે. તેને અનુસરવા પડે છે.

NIDER Rifle
NIDER Rifle

1 નિડર રિવોલ્વર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નિડર રિવોલ્વરને ભારતની સૌથી ઓછા વજનની બંદૂક માનવામાં આવે છે. આ બંદૂકને 2016માં લોન્ચ કરવામાં આવી હતી. જેનો વજન માત્ર 250 ગ્રામ છે. આ બંદૂકને મહિલાઓ પણ સરળતાથી ચલાવી શકે છે. આ બંદૂકને એક દમ દેશી રીતે બનાવવામાં આવી છે. 22 કેલિબરની આ બંદૂક 7 મિટર સુધી ગોળી છોડી શકે છે. જેની કિંમત પણ માત્ર 35 હજાર રૂપિયા છે.

READ  સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા: બાપુના અંતીમ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સાંજે 4 વાગ્યા સુધી થશે અંતીમ દર્શન
IOF.22 Rifle
IOF.22 Rifle

2-IOF.22 બંદૂક

ભારતમાં બનાવવામાં આવતી આ બંદૂકની ઘણી લોકપ્રિય છે. આ બંદૂક 22 કેલિબર સાથે 20 મીટર સુધી ગોળી પ્રહાર કરી શકે છે. આ બંદૂકની મેગ્ઝીનમાં 8 રાઉન્ડ લોડ કરી શકાય છે. બંદૂકની વધુ એક ખાસિયત એ છે કે તે ડબલ ટ્રીગર મોડ પર ફાયર કરી શકે છે. આ બંદૂકનો વજન 380 ગ્રામ છે. જેની કિંમત આશરે 45 હજાર રૂપિયા છે.

READ  INSAS રાઇફલ થી પરેશાન સુરક્ષા જવાનોને મળશે નવી AK-203 રાઇફલ, જાણો AK-203ની શું છે ખાસિયતો ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IOF .32 Rifle
IOF .32 Rifle

3-બંદૂક નંબર IOF .32

ભારતમાં બનતી આ બંદૂક પણ બહુ લોકપ્રિય છે. 32 કેલિબર સાથેની આ બંદૂક 50 મીટર સુધી ફાયરિંગ કરી શકે છે. બંદૂકની મેગેઝીનમાં 6 રાઉન્ડની કેપાસિટી હોય છે. જેનો વજન 935 ગ્રામ છે. બજારમાં લાઈસન્સ સાથે બંદૂકની કિંમત 75 હજાર રૂપિયા છે.

READ  ક્યા હશે તમારૂ મતદાન મથક, જાણો 1 મિનિટમાં જ આ એપ્લિકેશન દ્વારા
IOF .32 PISTOL
IOF .32 PISTOL

4-IOF .32 પિસ્તોલ

આ દેશની એકદમ ફેમસ અને અસરકારક પિસ્તલ માનવામાં આવે છે. સેમી ઓટોમેટિક પિસ્તલ 32 કેલિબર સાથે 18 મીટર સુધી ફાયરિંગ કરી શકે છે. બંદૂકની કેપેસિટી 8 રાઉન્ડની છે. બજારમાં અંદાજે 88 હજારમાં આ પિસ્તલને ખરીદી શકાય છે.

Trump's daughter and son-in-law may also accompany him for India visit | TV9News

FB Comments