બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો

દરેક વ્યક્તિને જિંદગીમાં કોઈને કોઈ ચોક્કસ ફિલ્ડમાં કામ કરવાની ઈચ્છા હોય છે. આજે અમે જણાવીશું કે બેંક મેનેજર કેવી રીતે બની શકાય અને તેમાં કેટલું શિક્ષણ જરુરી છે. નોકરીને જો યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જરુરી છે અને તેના લીધે ચોક્કસ ધારેલાં લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.

બેંક મેનેજરની જોબ એ વાઈટ કોલર જોબ ગણવામાં આવે છે. સતત બેંકોમાં વધારો થઈ રહ્યો છે અને સરકારી સિવાય ખાનગીક્ષેત્રમાં પણ નવી બેંક આવી રહી છે. બેંકની કોઈપણ શાખાનું તમામ કામકાજ અને તેની પર નજર બેંક મેનેજર રાખે છે.

READ  Gujarat Fatafat : 01-06-2018 - Tv9 Gujarati

આ પણ વાંચો:  ન્યૂઝીલેન્ડની સામે વિરાટ કોહલી જો સદી ફટકારશે તો આ 2 રેકોર્ડ તેમના નામે થઈ જશે

બેંક મેનેજર બનવા માટે શું જરુરી છે?


જો શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો મિનિમમ કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો જરુરી છે અને તેમાં 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. જો તમે આ યોગ્યતા ધરાવો છો તો દર વર્ષે IBPS એટલે કે ઈન્ડિયન બેંકિગ પર્સનલ સિલેક્શન દ્વારા પરિક્ષા લેવામાં આવે છે તેમાં તમે એપ્લાય કરીને બેંક મેનેજરના પદ સુધી પહોંચી શકો છો. ઘણી વખત કર્લાક કે પ્રોબેશનલ ઓફિસર પણ ડિપાર્ટમેન્ટની પરિક્ષા પાસ કરીને બેંક મેનેજરની પોસ્ટ સુધી પહોંચતા હોય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાની ભરતી અલગ રીતે કરે છે જ્યારે ભારત સરકારની અન્ય 20 જેટલી બેંકમાં બેંક મેનેજર IBPSની પરિક્ષા આપીને બેંક મેનેજરના પદ સુધી પહોંચી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Top News Stories From Gujarat : 27-08-2017 - Tv9 Gujarati

આ વાત થઈ સરકારી બેંકની જો પ્રાઈવેટ બેંકમાં તમારે મેનેજર બનવું હોય તો કોર્મસની ડિગ્રી સાથે MBA કરેલું હોવું જરુરી છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રોની બેંકમાં બેંક મેનેજરની ભરતી અનુભવના આધારે જ થતી હોય છે. બેંક મેનેજરનું વેતન શરુઆતમાં 20 હજારથી લઈને 60 હજાર રુપિયા સુધીનું હોય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: બિસ્માર રસ્તાથી કંટાળેલા શહેરીજનોએ કલેકટર કચેરી ખાતે કર્યુ એવું આંદોલન કે તાત્કાલિક સમારકામ શરૂ કરવુ પડ્યુ

 

 

Oops, something went wrong.
FB Comments