ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

આજની ફાસ્ટ લાઇફમાં કોઇ પણ વ્યક્તિ માટે પોતાની વસ્તુ ભૂલી જવું સરળ નથી. પરંતુ હવે જો તમારો સ્માર્ટફોન ગુમ થઇ જશે તો તેને શોધવો સરળ બની રહેશે. ગૂગલે પોતાની ‘ફાઇન્ડ માય ડિવાઇસ એપ’માં ‘ઇન્ડોર મેપ્સ’ ફીચર લાવી રહ્યું છે. જેની મદદથી તમે તમારો ગુમ થયેલો સ્માર્ટફોનનું લોકેશન સરળતાથી શોધી શકશો.

આ એપ તમને એરપોર્ટ, કે મોલમાં કે તમારાં જ ઘરમાં પણ જો મોબાઇલ ગુમ થાય તો પણ આ એપ લોકેશન શોધી શકશો. ‘ફાઉન્ડ માય ડિવાઇસ’ એપની મદદથી પોતાનો ખોવાઇ ગયેલો મોબાઇલનું વર્તમાન અથવા અંતિમ લોકેશન મેપના આધારે જોઇ શકશો.

આ પણ વાંચો તમારા કામમાં જો facebook થઇ રહ્યું છે બાધા રૂપ, તો તમારાં માટે આ ફીચર થશે ખૂબ જ લાભકારક

આ એપમાં એવી સુવિધા છે કે તે તમારા ડિવાઇઝ પર નજર રાખી શકશે એટલું જ નહીં જો તમારો મોબાઇલ સાયલન્ટ મોડ પર હોય અથવા તો લોક હોય તો પણ તેનો સાઉન્ડ ઓન કરી શકશે. તેમજ કોન્ટેકટ નંબર જોવા માટેની પણ સુવિધા આપે છે.

‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપની મદદથી આવી રીતે શોધો સ્માર્ટફોન

Step-1: સૌ પ્રથમ ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ ઇન્સટોલ કરો. જે તમારાં લોકેશન એક્સેસ કરવાની પરવાનગી માંગશે.જેથી તમારે લોકેશન હંમેશા ઓન રાખવું પડશે. જેથી ફોન ગૂગલ પ્લે પર જોઇ શકાય

Find my Device App_Tv9
Find my Device App ડાઉનલોડ કરો

 

Step-2 : હવે જો તમારો સ્માર્ટફોન ગુમ થઇ જાય તો તમારે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં android.com/find લખવાનું રહેશે.

Android.com
Android.com

Step -3: જે પછી તમારાં ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવાનું રહેશે. જે પછી જો તમારું ડિવાઇસ દેખાઇ તો તેના પર ક્લિક કરો

Find tv9
તમારું ડિવાઇઝ પરમિશન માંગશે

Step-4:  જે તમારાં ગુમ થયેલો ફોનનો એલર્ટ મેસેજ મોકલશે, જે તમારા ફોનની લોકેશનના આધાર પર ગૂગલ મેપ્સ પર દેખાશે

Step-5 :  જેની મદદથી તમારો ગુમ થયેલો ફોન તમે સરળતાથી શોધ શકશો.

એટલું જ નહીં બીજાં કોઇ એન્ડ્રોઇડ ફોનની મદદથી પણ ફાઇન્ડ માય ડિવાઇસ એપની મદદથી ફોન શોધી શકો છો.

Did you like this story?

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Shiv Sena, BJP set to declare alliance for Loksabha Polls 2019 - Tv9

FB Comments

Hits: 415

Comments are closed, but trackbacks and pingbacks are open.