માર્કેટના ફ્રોઝન વટાણા નહીં, શિયાળામાં ઘરે સ્ટોર કરેલા જ વટાણા આખું વર્ષ વાપરો, જાણો કેવી રીતે સ્ટોર કરશો વટાણા?

શિયાળાની ઋતુ એટલે ઠંડી ઉપરાંત, લીલીછમ શાકભાજીની ઋતુ. આ સીઝનમાં તમામ લીલા શાકભાજી ઓછી કિંમતે મળી રહે છે. તેવામાં વટાણા પણ શિયાળામાં સસ્તા મળે છે, તો પછી કેમ માર્કેટમાં મળતા તૈયાર ફ્રોઝન વટાણા વાપરવા. શિયાળામાં જ તમે આખુ વર્ષ ચાલે તેટલા વટાણા સ્ટોર કરી લો અને જરૂર પડ્યે ત્યારે બનાવો વટાણાની તમારી પ્રિય વાનગી.

સામાન્ય રીતે માર્કેટમાં મળતા ફ્રોઝન વટાણા કરતા ઘરે સ્ટોર કરેલા વટાણા ખૂબ સસ્તા પડે છે. બસ, જરૂર હોય છે તમારા ફ્રીઝરમાં થોડી જગ્યા રાખવાની…

આ રીતે કરો ઘરે જ વટાણા સ્ટોર…

  • 1 કિલો વટાણાની સામે 2 ચમચી ખાંડ જોઈશે.
  • એક તપેલીમાં તમારે જેટલા વટાણા સ્ટોર કરવા હોય તે તમામ વટાણા ડૂબી જાય તેટલું પાણી ભરો અને ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં 2 ચમચી ખાંડ નાખી દો. તેનાથી વટાણાનો સ્વાદ વધશે અને કલર પણ જળવાઈ રહેશે. હવે તેમાં વટાણા નાખો. હવે પાણીને 2 મિનિટ સુધી ઉકળવા દો. અને 2 મિનિટ બાદ ગરમ પાણીમાંથી વટાણા કાઢી ફ્રિઝના ઠંડા પાણીમાં નાખી દો. વટાણા ઠંડા થઈ જાય એટલે પાણી નીતારી એક એર ટાઈટ બેગ-થેલીમાં ભરી ફ્રીઝરમાં મૂકી દો. આખુ વર્ષે આ વટાણા એટલા જ સ્વાદિષ્ટ લીલા રહેશે.
READ  કચ્છમાં દારૂબંધીના નિયમના લીરેલીરા ઉડાવતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ

આ પણ વાંચો: તમારી રોજબરોજની વપરાશમાં આવતી 33 વસ્તુઓ થશે સસ્તી!

આ વસ્તુઓનું રાખો ધ્યાન

  • એક જ થેલીમાં બધા જ વટાણા સ્ટોર કરતા તેના બદલે નાની નાની કોછળી કે એર ટાઈટ ઝીપ પાઉચમાં વટાણા ભરો
  • તમે ઈચ્છો તો પાઉચ કે થેલીની જગ્યાએ કન્ટેઈનરનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ પેકેટ્સ ફ્રીઝરમાં ઓછી જગ્યા રોકે છે.
  • જો તમે સાદી થેલી-કોથળીમાં જ વટાણા સ્ટોર કરી રહ્યા છો તો કોથળીને રબર બેન્ડ લગાવીને બંધ કરી શકો છો.
  • વટાણાની જેમ તમે બ્રોકલી, બીન્સ પણ પ્રિઝર્વ કરી શકો છો.
READ  ટીવી એન્કરનું બાલ્કનીમાંથી નીચે પડીને શંકાસ્પદ મોત, સાથી એન્કર પણ ફ્લેટમાં હતો હાજર!

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=320]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments