Howdy Modi: છોકરાએ PM મોદી અને ટ્રંપનો રોકી દીધો રસ્તો, પડાવી તેમની સાથે સેલ્ફી

પીએમ મોદીએ અમેરિકામાં વસતા ભારતીયો સાથે હ્યુસ્ટન શહેર ખાતે સભાને સંબોધિત કરી હતી. 50 હજારથી વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભારતના લોકનૃત્યોની સાથે પશ્ચિમી ગીતોની ધમાલ સાથે રંગારંગ કાર્યક્રમ લોકોએ નીહાળ્યો હતો. આ બધાની વચ્ચે એક છોકરાએ લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Man Vs Wild: વડાપ્રધાન મોદીએ બિયર ગ્રિલ્સ સાથે આ 10 વાત કરી તે જાણવા જેવી છે

આ પણ વાંચો  :   પાકિસ્તાનની સામે મોદીની લલકાર, કહ્યું આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય, ટ્રંપ પણ સાથે

પીએમ મોદી જેવા ટ્રંપ સાથે આવ્યા હતા ત્યારે તેમનો રસ્તો એક છોકરાએ રોકી લીધો. બધા લોકો એ જ વિચારી રહ્યાં હતા આ છોકરો કોણ છે? ભારતીય મુળના લોકો પીએમ મોદી અને ટ્રંપનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત હતા ત્યારે આ ઘટના બની હતી. છોકરાએ રસ્તો રોકીને એવી માગણી કરી કે પીએમ મોદી અને ટ્રંપે તેને હેત સાથે સ્વીકારવી પડી.

READ  ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દુશ્મનને મળ્યા વડાપ્રધાન મોદી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શા માટે છોકરાએ રોક્યો મોદી-ટ્રંપની જોડીનો રસ્તો?

પીએમ મોદી અને ટ્રંપ જ્યારે આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં એક છોકરાએ તેમનો રસ્તો રોકીને સેલ્ફી લેવાની માગણી કરી હતી. પીએમ મોદી અને ટ્રંપ પહેલાં તો કંઈ સમજી શક્યા ન હોય એવું લાગ્યું પણ અને ઉભા રહી ગયા હતા. બાદમાં છોકરાની રિકવેસ્ટ પીએમ મોદી અને ટ્રંપે સ્વીકારી લીધી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી. બાદમાં હાજર 50 હજાર લોકો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ લોકોની સામે અભિભૂત થયેલાં નજર આવ્યા.

READ  અમદાવાદની મુલાકાતે ટ્રમ્પ: સ્વાગત માટે 1 કરોડ લોકો ઉપસ્થિત રહેશે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો દાવો

 

 

Oops, something went wrong.
FB Comments