VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 3 દિવસના ભારત પ્રવાસે આવે તેવી શક્યતા, અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ યોજવાની વિચારણા

'Howdy, Modi!'-style event in the works for Trump in Ahmedabad

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ટ્રમ્પ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં 3 દિવસના ભારત પ્રવાસે આવી શકે છે. જો કે તારીખોનું એલાન થવાનું હજી બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ યોજી શકે છે. આ કાર્યક્રમ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમ તૈયારીઓ કરી રહી છે.

આ કાર્યક્રમમાં ગુજરાતી મૂળના અમેરિકન નાગરિકો પણ મોટી સંખ્યામાં સામેલ થાય તેવું આયોજન છે. ડોનાલ્ડ ટ્રમ્પ 3 દિવસીય પ્રવાસ દરમિયાન દિલ્લી અને આગ્રા જાય તેવી શક્યતા છે. ટ્રમ્પના પરિવારજનો આગ્રામાં તાજ મહેલ નિહાળવા જઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Kutch : One more Pakistani boat found in Sir Creek area off Gujarat coast - Tv9

ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વેપાર કરાર કરે તેવી શક્યતા છે. આ કરાર અંતર્ગત અમેરિકન કંપનીઓનું ભારતીય બજારમાં મૂડી રોકાણ વધશે. અમેરિકા ગત વર્ષે પર ખેંચેલા કેટલા વેપાર લાભો ફરી શરૂ કરી શકે છે. આ મુલાકાતથી ભારતીય વેપાર-ઉદ્યોગ અને અર્થતંત્રને મોટો ફાયદો મળે તેવી શક્યતા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: વ્લાદિવોસ્તોક શહેરમાં PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વીપક્ષીય બેઠક

 

FB Comments