કોરોના વચ્ચે શિક્ષણકાર્ય કઈ રીતે શરુ કરવું? માનવ સંશાધન મંત્રાલયે માગી સલાહ

HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ says Centre is ‘contemplating’ syllabus reduction

માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે મહત્વની જાણકારી દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે આપી છે. તેઓએ કહ્યું કે મંત્રાલય દ્વારા સ્કૂલના અભ્યાસક્રમને ઓછો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આમ વિદ્યાર્થીઓ જે જૂના સંપૂર્ણ અભ્યાસક્રમમાં શિક્ષણ મેળવતા હતા. તેમાં ઘટાડો સરકાર કરી શકે છે. રમેશ પોખરિયાલે આ માહિતી પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા દાખલ

READ  ચીન પછી આ દેશ પણ કરી રહ્યો છે બોર્ડર પર ભારત વિરોધી ગતિવિધિ, રેડિયોને બનાવ્યું હથિયાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેઓએ લખ્યું કે હાલની સ્થિતિને જોઈને અને માતા-પિતા તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈને અમે આવતા વર્ષના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું  અમે વિચારી રહ્યાં છે. આ માટે એકેડેમિક્સ સાથે સંકળાયેલા લોકો પાસેથી સલાહ માગવામાં આવી છે. જો તમે પણ આ અંગે કોઈ સલાહ આપવા માગતા હોય તો ટ્વીટર અને ફેસબુક પર #SyllabusForStudents2020 હેશટેગનો ઉપયોગ કરીને પોતાની વાત મંત્રાલય સુધી પહોંચાડી શકશો.

READ  કોરોનાની ઝપેટમાં શું આમ કે શું ખાસ? સેલિબ્રીટીઝ પણ આવ્યા સંક્રમણમાં,વાંચો કોણ કોણ આવ્યા કોરોના પોઝીટીવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના લીધે શાળાઓ, સ્કૂલ અને કોલેજોને બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે હવે કેવી રીતે કોરોના વાઈરસથી બચી શકાય અને શિક્ષણકાર્યને ફરીથી શરૂ કરી શકાય તે અંગે માનવ સંશાધન મંત્રાલય સતત પ્રયત્ન કરી રહ્યું છે. જો કે મંત્રાલયે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે વિદ્યાર્થી-શિક્ષકોની સુરક્ષા પહેલાં રહેશે અને તે બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

READ  ઢબુડી માતાના નામે ધતિંગ કરતો ધનજી ઓડ પેથાપુર પોલીસ મથકે થયો હાજર, જુઓ VIDEO

 

FB Comments