ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને સોશીયલ મીડિયામાં કરી રોશન પરિવાર માટે આવી પોસ્ટ

hrithik-roshan-s-ex-wife-sussanne-khan-comes-out-in-support-of-roshan-family

ઋત્વિક રોશનની(Hrithik Roshan) પૂર્વ પત્ની સુઝાન ખાન(Sussanne khan) રોશન પરિવારને માટે ચિંતિત છે. હૃતિક રોશનના પરિવાર અને તેની બહેન સુનૈના વચ્ચે ચાલી રહેલી મુશ્કેલીઓ વચ્ચે દરરોજ નવી વાતો સામે આવે છે. ત્યારે સુઝાન ખાન રોશન પરિવારના સપોર્ટમાં સોશીયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરે છે. તેમણે પોસ્ટમાં લોકોને કહ્યું રોશન પરિવારને મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યા છે તો તેમનાથી દુર રહેવા અનુરોધ કર્યો. તેમણે સુનૈના વિશે પણ પોસ્ટમાં લખ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા બાળકોએ કર્યા સ્કેટિંગ સાથે યોગ, જુઓ અનોખા યોગ કરતા બાળકોનો VIDEO

સુઝાન ખાને લખ્યું કે ‘મારો અનુભવ અને જીવનનો એક ભાગ આ પરિવારથી ખુબ નજીક છે. હું સુનૈનાને જાણું છું તે ખૂબ પ્રેમાળ અને સંભાળ રાખનારી છે. તે આ સમયે તે એક કમનસીબીની પરિસ્થિતિમાં છે. સુનૈનાના પિતાનું સ્વાસ્થ્ય સારું નથી. તેમની માતા પણ આ સમયે કંઈ કહી શકતી નથી. કૃપા કરીને કુટુંબના મુશ્કેલ સમયને સમજો. હું આ કહું છું કારણ કે હું લાંબા સમયથી આ પરિવારનો હિસ્સો રહીં છું. સુઝાન.’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Oops, something went wrong.
FB Comments
READ  અમદાવાદ: પીરાણા કચરાનો પહાડ બની જશે ઈતિહાસ, જુઓ કેવી રીતે થઈ રહી છે કામગીરી?