તારીખ પે તારીખ, ફરી એકવાર સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો

HSRP number plate

HSRP number plate

રાજ્યમાં રસ્તા પર દોડતા વાહનોની સુરક્ષાને ધ્યાને રાખીને 23 નવેમ્બર 2017ના દિવસે સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યોને નોટિસ આપી વાહનોમાં ફરજીયાત હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે આદેશ આપ્યા હતા. બાદમાં 15 જાન્યુઆરી 2018 થી વાહનોમાં HSRP નંબર પ્લેટો લગાવવાનું શરૂ કરાયું. જેનું કામ વિવિધ શહેરની RTO અને એજન્સીઓને સોંપવામાં આવ્યું. જે કામગીરી બાદ અત્યાર સુધી 6 વાર HSRP નંબર પ્લેટ લગાવવાની તારીખ લંબાવાઈ છે. જેમાં 31 ડિસેમ્બર 2018 છેલ્લી તારીખ હતી. જેના વિવિધ શહેરોમાં પોસ્ટર પણ લગાવાયા હતા. હવે આ તારીખ બદલીને 31 જાન્યુઆરી 2019 કરવામાં આવી છે.

Hsrp નંબર પ્લેટ લગાવાનું ધ્યાન દોરવા પોસ્ટરો બનાવી લગાવાયા
HSRP નંબર પ્લેટ લગાવાનું ધ્યાન દોરવા પોસ્ટરો બનાવી લગાવાયા

સરકારી આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં અંદાજે અઢી કરોડ ઉપર વાહનો છે જેમાંથી 1 કરોડથી વધુ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે. આ આંકડા અને બદલાયેલી તારીખો અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. શું સરકારી વિભાગને ક્યાંક કામગીરીમા ઓછો રસ છે ? રાજ્યમાં વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે સરકારી વિભાગ તે કામને પહોંચી વળવા અસમર્થ છે ?

ગાંધીનગર સચિવાલય સહિત વિવિધ કચેરીએ લગાવ્યા છે પોસ્ટર
ગાંધીનગર સચિવાલય સહિત વિવિધ કચેરીએ લગાવ્યા છે પોસ્ટર

હાલ તો ભલે સરકારી વિભાગ RTO અને એજન્સીઓની મદદથી HSRP નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલી રહી હોવાનો દાવો કરી રહ્યું છે. પણ હવે જોવાનું એ રહે છે કે તાજેતરમાં જાહેર કરેલી તારીખ સુધી સરકારી વિભાગ 1 કરોડ કરતા વધુ વાહનો માં HSRP નંબર પ્લેટ લગાવી શકશે કે પછી 31 જાન્યુઆરી આવતા ફરી એક નવી તારીખ જાહેર કરશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Hike of 5 paisa per unit in electricity tax: Dy. CM Nitin Patel in Vidhansabha| TV9GujaratiNews

FB Comments

Darshal Raval

Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192

Read Previous

જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

Read Next

બદલવાની છે તમારી જિંદગી, નવા વર્ષમાં 5Gથી લઈને ફૉલ્ડેબલ સ્માર્ટફોન આવશે બજારમાં

WhatsApp પર સમાચાર