HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો ચેતી જજો, 31 ડિસેમ્બરથી લાગશે ભારે દંડ

HSRP number plate

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જો તમારા વાહનમાં HSRPની નંબર પ્લેટ ન લાગેલી હોય તો ચેતી જજો. જાન્યુઆરી બાદ વાહન પર જૂની નંબર પ્લેટ હશે તો 100થી 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે.

વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, ત્યારે અમદાવાદમાં હજુ પાંચ લાખથી પણ વધુ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાનું આરટીઓનાં ધ્યાને આવ્યું છે, ત્યારે આરટીઓ અને પોલીસ વિભાગ આગામી જાન્યુઆરી મહિનાથી ખાસ ઝુંબેશ હાથ ધરશે અને HSRP પ્લેટ વગરનાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરશે.

READ  સબરીમાલા વિવાદ વચ્ચે મંદિરના કપાટ ખુલતા જ દર્શન માટે 10 મહિલા પહોંચી, અને પછી પોલીસે કરી આ કાર્યવાહી

આ પણ વાંચો : ઈશા અંબાણીના પ્રી- વેડિંગ ફંકશનમાં બૉલિવૂડથી લઈ રાજકીય નેતાઓ પહોંચ્યા, જુઓ મહેમાનોની EXCLUSIVE તસવીરો

તો બીજી તરફ વાહન ચાલકોને હાઈ સિક્યુરીટી પ્લેટ લગાવવામાં અગવડતા ન પડે તે માટે અધિકૃત ડીલરોને પણ સત્તા આપવામાં આવી છે. વાહન ચાલકો ડિલર્સ પાસેથી પણ પ્લેટ લગાવી શકે છે.


હાલમાં HSRP લગાવવાનો ચાર્જ

વાહનનો પ્રકાર સરકારી ચાર્જ(રૂ.માં)
ટુ વ્હીલર 140
થ્રી વ્હીલર 180
ફોર વ્હીલર 400
ભારે વાહનો 420

READ  'Kyaa Kool Hain Hum 3' – India's first porn com! - Tv9 Gujarati

નવા નિયમ પ્રમાણે દંડની જોગવાઈ

વાહનનો પ્રકાર દંડની રકમ (રૂ. માં)
ટુ વ્હીલર 100
થ્રી વ્હીલર 200
ફોર વ્હીલર 300
ભારે વાહનો 500

[yop_poll id=”169″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments