સરકારે કરી દીધી જાહેરાત, 4થી વધુ બાળક પેદા કરનાર માતાએ નહીં આપવો પડે કોઈ TAX !

એક તરફ ચીન અને ભારત જેવા દેશો વધતી વસતીથી પરેશાન છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

બીજી તરફ યૂરોપના ઘણા દેશો હાલમાં પ્રવાસી સંકટ અને ઓછી થતી વસતી સામે ઝઝૂમી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આવો જ એક દેશ છે હંગેરી.

હંગેરીના વડાપ્રદાન વિક્ટર ઑર્બને દેશવાસીઓને લગ્ન કરવાની અને બાળકો પેદા કરવાની અપીલ કરી છે. પ્રવાસીઓની વધતી વસતીને જોતા વડાપ્રધાને કહ્યું કે અમે વસતી માટે પ્રવાસીઓને નહીં, હંગેરીના બાળકો ઇચ્છીએ છીએ.

4 બાળકો પર નહીં ચુકવવો પડશે ટૅક્સ

હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઑર્બને મહિલાઓને બાળકો પેદા કરવાની અપીલ કરી. તેમણે એલાન કર્યું કે જે મહિલાઓના 4 બાળકો હશે, તેમણે ટૅક્સ ચુકવવામાંથી કાયમી છુટકારો મળી જશે એટલે કે આવી મહિલાઓએ આજીવન ઇનકમ ટૅક્સ નહીં ચુકવવો પડે. જે યુવા કપલ્સના 3 બાળકો હશે, તેમની લોન પર વ્યાજ માફ થશે. 40 વર્ષથી ઓછી વયની મહિલાઓને પ્રથમ વાર લગ્ન કરવા પર 25 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે. ત્રીજું બાળક થતા જ તેની લોન માફ થઈ જશે. પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં તેમણે કહ્યું, ‘યૂરોપમાં બાળકોની સંખ્યા તથા વસતી વધી રહી છે. પશ્ચિમના ઘણા દેશો માટે તેનો જવાબ છે પ્રવાસીઓની વસતી. પ્રવાસી ખાસ તો મુસ્લિમ દેશોમાંથી આવી રહ્યા છે. આપણને આવી વસતી નથી જોઇતી, અમે ઇચ્છીએ છીએ કે હંગેરિયન બાળકોની સંખ્યા વધે.’

હંગેરીમાં ઘટતી વસતીનું સંકટ

હંગેરીની હાલની વસતી 97.80 લાખ છે. દર વર્ષે 32 હજાર લોકો ઓછા થઈ રહ્યા છે. મહિલાઓના સરેરાશ 1.45 બાળકો છે કે જે યૂરોપીય સંઘના સરેરાશ 1.58 કરતા ઓછા છે. ફ્રાંસની મહિલાઓના સરેરાશ 1.96 બાળકો છે. સ્પેન આ યાદીમાં સૌથી નીચે છે કે જ્યાં એક મહિલાને સરેરાશ 1.33 બાળક છે.

[yop_poll id=1348]

Union Home Minister Amit Shah to visit Gujarat, here is the complete 3 day schedule |Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

મોબાઇલ ચોરીના આરોપી સાથે પોલીસે કરી એવી ખોફનાક હરકત કે જોઈને તમારો આત્મા ધ્રુજી ઉઠશે : જુઓ VIDEO

Read Next

જેલમાં બંધ આસારામ બાપુના શહેરમા હોર્ડિંગ્સ શું લાગ્યા કે થઈ ગયો હંગામો!

WhatsApp પર સમાચાર