પરપ્રાંતીયો પર થયેલા હુમલાનો સૌથી પહેલા મે વિરોધ કર્યો હતો : જિગ્નેશ મેવાણી

દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારસભ્ય જિગ્નેશ મેવાણીએ ગિરિરાજ સિંહ પર કટાક્ષ કર્યો હતો. જિગ્નેશે કહ્યું કે, બેગૂસરાઈમાં પોતાના પક્ષનું પ્રભુત્વ ઘટતું જોઈને ગિરિરાજ સિંહ મુદ્દાઓથી ભટકીને કાંઈ પણ બોલવા લાગ્યા છે.

જિગ્નેશ મેવાણી બેગૂસરાઈ લોકસભા બેઠક પરથી CPIના પ્રતિસ્પર્ધી તથા JNUના વિદ્યાર્થી તેમજ પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારના ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે બેગૂસરાઈમાં કેંપ કરી રહ્યા છે. એક દિવસ પહેલા ભાજપના પ્રતિસ્પર્ધી તથા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પોતાના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતમાં બિહારીઓને મારનાર અહીંયા કેમ ફરી રહ્યો છે. તેના પર મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં બિહારીઓ પર જ્યારે હુમલો થઈ રહ્યો હતો ત્યારે સૌથી પહેલા હું અને હાર્દિક પટેલ તેના વિરોધમાં ઉતર્યા હતા. કેન્દ્ર તેમજ રાજ્ય બંને જગ્યાએ ભાજપની સરકાર હતી. તે સમયે આ ઘટનાને લઈને તેમના પક્ષ તરફથી કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું ન હતું. હવે જ્યારે ચૂંટણી નજીકમાં આવી રહી છે, ત્યારે તેમને બિહારીઓની યાદ આવી રહી છે.

READ  ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ટ્વિટર પર ખોટા સાબિત થશે?, VIDEO પોસ્ટ કરવા મામલે થઈ ફરિયાદ

New Motor vehicle act hits Ahmedabad RTO revenue | Tv9GujaratiNews

FB Comments