VIDEO: ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

I will think of withdrawing resignation if BJP fulfills my unresolved demands: BJP MLA Ketan Inamdar MLA ketan Inamdar ne manavava Jitu vaghani karse mulakat

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત અધિકારીઓને અને પક્ષના મોવડીમંડળને કર્યા બાદ પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા રાજીનામું ધરી દીધું હતું. જેને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો. જો કે એ સાથે જ ભાજપનું મોવડી મંડળ દોડતું થયું. ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મેદાનમાં આવ્યા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતનો ખુલાસો કર્યો.

 

વાઘાણીએ કહ્યું કે તેમણે કેતન ઈનામદાર સાથે પ્રશ્નો મુદ્દે વાતચીત કરી છે અને રૂબરૂ મળી તમામ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરાશે. વાઘાણીએ એમ પણ કહ્યું કે સાવલીના વિકાસની ચિંતા સરકાર કરી રહી છે અને વાતચીતથી તમામ પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત સરકારની શાન સમાન 'વાઈબ્રન્ટ સમિટ' પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા

બીજી તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વાઘાણી સાથે વાત થઈ હોવાની વાતને તો સમર્થન આપ્યું પરંતુ સાથે એ પણ કહ્યું કે તેમને હૈયાધારણા જરૂર મળી છે પણ રૂબરૂ મળ્યા પછી વધુ સ્પષ્ટતા થશે. જન પ્રતિનિધિ તરીકે અધિકારીઓ કે નેતાઓ દ્વારા આત્મસન્માન ન જળવાતું હોય એ સાંખી લેવાના તેઓ મૂડમાં નથી.

READ  'આતંકિસ્તાનમાં ક્રિકેટ નહી', શ્રીલંકાની ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાથી ઈનકાર કર્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં પણ માંગણીઓ ન સંતોષાય તો રાજીનામાના નિર્ણય પર તેઓ અડગ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે સાવલીના અંધારપટ મામલે તેમણે સૌરભ પટેલ સાથે પણ વાતચીત કરી હતી પણ તેમણે સંતોષકારક જવાબ ન આપતાં તેમણે રાજીનામાનો નિર્ણય લેવો પડ્યો હતો.

READ  ZOMATOએ ડિલિવરી બોયની ભૂલ પર કરી લાલ આંખ, જુઓ વીડિયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુભાષ ચંદ્ર બોઝની 123મી જન્મજયંતિ: આ કારણથી આજે પણ સમગ્ર દેશ ‘નેતાજી’ને કરે છે યાદ

FB Comments