વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!

વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની 6 દિવસ પછી પણ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે વાયુસેનાએ આ વિમાન વિશેની જાણકારી આપનારા લોકો માટે 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડિફેન્સ PRO વિંગ રત્નાકર સિંહે શિલોન્ગમાં જણાવ્યું કે એર માર્શલ આર.ડી. માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે 5 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે ગુમ થયેલા AN-32 વિમાનની જાણકારી આપનારા વ્યક્તિ કે સમુહને આ ઈનામ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિંગ કમાન્ડર રત્નાકરે કહ્યું કે ગુમ થયેલા વિમાનના લોકેશનની સુચના 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 નંબર પર આપી શકો છો. વાયુસેના તેમના ગુમ થયેલા વિમાનને શોધવા માટે પ્રયત્નો કરી રહી છે. સેના અરૂણાચલ પ્રદેશના તંત્ર અને અન્ય એજન્સીઓ આ વિમાનને રાત-દિવસ શોધી રહ્યાં છે.

READ  સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે શ્રદ્ધાંજલિ આપવામાં પત્નીએ પણ દેખાડી ખરી દેશભક્તિ, તસ્વીરોમાં કેદ થઈ ક્ષણ

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં જીતવા માટે અને આ વલ્ડૅ રેકોર્ડ માટે બંને ટીમો વચ્ચે થશે મોટી જંગ

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની શોધમાં અલગ અલગ એજન્સીઓ પ્રયત્નો કરી રહી છે તે છતાં અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી. આ વિમાનમાં 13 લોકો મુસાફરી કરી રહ્યાં હતા.

READ  બાબા રામદેવે સાધુ-સંન્યાસીઓને લઈને આપી દીધો દેશમાં ચર્ચા માટે મુદ્દો, ભારત રત્ન પુરષ્કારને લઈને ઉઠાવ્યો મોટો સવાલ

 

Oops, something went wrong.
FB Comments