દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ‘ચિનૂક’ને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

ભારત અને પાકિસ્તાન સરહદ પર સતત વધી રહેલાં તણાવ વચ્ચે ભારતે પોતાની તાકાત વધારી દીધી છે. 11 હજાર કિલો સુધીના શસ્ત્રો અને સૈનિકોને ઉચકવામાં સક્ષમ તેમજ ઊંચાઇવાળા વિસ્તારમાં પણ ઉડ્ડયન કરવા સક્ષમ અત્યાધુનિક ‘ચિનૂક’ હેલિકોપ્ટર આજે ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સમાવેશ પામશે.

જેને પાકિસ્તાની સરહદ પર તૈનાત કરીને વાયુસેનાને અધિક શક્તિશાળી બનાવવામાં આવશે. ચંડીગઢ ખાતે એર ચીફ માર્શલ હી.એસ. ધનોઆ ચાર ભારે ક્ષમતાવાળા ચિનૂક હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને સોંપશે. આ મલ્ટી મિશન હેલિકોપ્ટર અમેરિકાની બોઇંગ કંપનીએ બનાવ્યાં છે. ખાસ કરીને હિમાલયના પહાડી ક્ષેત્રમાં આ હેલિકોપ્ટર શસ્ત્રો અને સૈનિકોના પરિવહનમાં જરૂરી પુરવાર થઇ શકે છે.

READ  હાઈકોર્ટનો આદેશ: કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા દરમાં 5 કે 10 ટકાનો ઘટાડો કરે

આ પણ વાંચો : ભાજપના હિન્દુત્વ મુદ્દા પર ભારે પડશે કોંગ્રેસનો પ્રિયંકા વાડ્રાનો હિન્દુવાદી ચહેરો, બોટ યાત્રા બાદ હવે ટ્રેનમાં અયોધ્યા પહોંચશે

તેમજ ખાસ વાત એ કે આ હેલિકોપ્ટર દેખાવમાં તોતિંગ હોવા છતાં નાના હેલિપેડ પરથી ઉડ્ડયન લઇ શકે છે તેમજ ખીણમાં પણ લેન્ડીંગ કરી શકે છે. દુનિયાના 19 દેશો દ્વારા આ હેલિકોપ્ટરો વપરાશમાં લેવાય છે. ભારતે અમેરિકા સાથે આવા 15 હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો છે. અમેરિકી વાયુસેના છેક 1962થી ચિનૂક હેલિકોપ્ટર વાપરતી આવી છે.

READ  પાકિસ્તાનની એ 3 જગ્યાઓ જ્યાં ભારતીય વાયુ સેનાના વિમાનો વહેલી સવારમાં ત્રાટક્યાં અને કરી દીધી એર-સ્ટ્રાઈક

Oops, something went wrong.

FB Comments