એક એવી મહિલા કે જેણે લોકપ્રિયતાની બાબતમાં રાજનાથ, યોગી, અખિલેશને પણ ધૂળ ચટાડી દિધી

ઉત્તર પ્રદેશમાં કાર્યરત્ IAS ઑફિસર બી. ચંદ્રકલા ચર્ચામાં છે. સીબીઆઈએ તેમના લખનઉ-હમીરપુર સ્થિત આવાસ પર દરોડાની કાર્યવાહી કરી છે. ગેરકાયદે રેતી ખનનના કેસમાં ચંદ્રકલા પર સીબીઆઈએ ગાળિયો કસ્યો છે.

મહિલા આઈએએસ અધિકારી ચંદ્રકલા પર આરોપ છે કે તેમણે હમીરપુરમાં 50 મૌરંગ ખનનના પટ્ટા મનસ્વીપણે આપ્યા. જોકે તે સમયે ઈ-ટેન્ડર વડે મૌરંગના પટ્ટા સ્વીકૃત કરવાની જોગવાઈ હતી. ચંદ્રકલા પર આરોપ હતો કે નિયમોની અગવણના કરી તેમણે પટ્ટા ફાળવ્યાં.

આ પણ વાંચો : શું આપની ગર્લફ્રેન્ડની આ રાશિ છે ? જો હા, તો સમજી લેજો કે તમારું કિસ્મત ખુલી જવાનું છે, લગ્ન કરવા જઈ રહ્યા હોવ, તો પહેલા આ ખબર વાંચી લેજો એક વાર

જોકે ચંદ્રકલાની છબિ તેજ-તર્રાર ઑફિસરની છે અને તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાની બાબતમાં દેશના અનેક રાજનેતાઓ અને મુખ્યપ્રધાનો કરતા આગળ છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે ફેસબુક પર ચંદ્રકલાના 86 લાખથી વધુ ફૉલોઅર્સ છે.

READ  શારદા ચીટફંડ કેસ: IPS રાજીવ કુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મંજૂર કરી CBIની અરજી

ફેસબુર પર ચંદ્રકલાની લોકપ્રિયતાની બાબતમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સિંહ અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પાણી ભરતા નજરે પડે છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે લીધો એવો નિર્ણય કે દીવની સાથે દમણની પણ માણી શકાશે મોજ, જાણો કઈ રીતે ?

રાજનાથ સિંહના એફબી ફૉલોઅર્સ 67 લાખ છે, જ્યારે ચંદ્રકલાના એફબી ફૉલોઅર્સ 86 લાખથી વધુ છે. લાઇક્સની બાબતમાં પણ ચંદ્રકલા રાજનાથ કરતા ઘણા આગળ છે. ચંદ્રકલાના એફબી પેજને 85 લાખથી વધુ લાઇક મળી ચુક્યા છે, જ્યારે રાજનાથનું એફબી પેજ 68 લાખ લાઇક્સમાં ફરે છે.

READ  VIDEO: દેશને મળ્યા નવા મિલખા સિંઘ! માત્ર 11 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરીને બનાવ્યો રેકૉર્ડ
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ટ્વિટરની વાત કરીએ, તો ચંદ્રકલા અહીં પણ ફેમસ છે. ટ્વિટર પર ચંદ્રકલાને 8.90 લાખ લોકો ફૉલો કરે છે.

ઉત્તર પ્રદેશમાં લખનઉ નિવાસી ચંદ્રકલા એફબી પર યૂપીમાં અનેક ચર્ચિત ચહેરાઓ કરતા આગળ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનનાથના પેજ પર 56 લાખથી વધુ લાઇક્સ અને ફૉલોઅર્સ છે કે જે ચંદ્રકલા કરતા 30 લાખ ઓછું છે. એટલું જ નહીં, એફબી પર પૂર્વ સીએમ અખિલેશ યાદવના 68 લાખ, યૂપી કૉંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરના 13 લાખ અને નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના માત્ર 40 લાખ ફૉલોઅર્સ છે.

READ  શું રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં થશે માંસ અને દારૂબંઘી?

આ તમામની સંખ્યા ચંદ્રકલાના ફૉલોઅર્સ કરતા બહુ ઓછી છે. તાજેતરમાં ચંદ્રકલાની ગત 1 જાન્યુઆરીએ પોસ્ટ કરાયેલી તસવીીર પર 88 હજાર કરતા વધુ લાઇક્સ, 12 હજારથી વધુ કૉમેંટ્સ તથા 3 હજારથી વધુ ફોટો શૅર કરાયાં છે.

[yop_poll id=478]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Patan: 5 of a family die after falling into open drainage| TV9GujaratiNews

FB Comments