ICC Awards: ‘ક્રિકેટર ઓફ ધ યર’ બન્યા રોહિત શર્મા, વિરાટ કોહલીને ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’નો એવોર્ડ

icc awards rohit sharma cricketer of the year and virat kohli honored with spirit of cricket icc awards cricketer of the year banya rohit sharma virat kohli ne spirit of cricket no awards

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલ ખુબ જ ચર્ચામાં છે. કારણ કે ભારતના આ બંને ખેલાડીઓને ICC એવોર્ડથી સન્માન મળ્યુ છે. જેને મેળવીને રોહિત અને વિરાટ બંને જ ખુબ ખુશ છે. રોહિત શર્માને ICC વન-ડે ‘ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રોહિત શર્માને આ એવોર્ડ વર્ષ 2019માં 7 વન-ડે સદી અને ICC ક્રિકેટ વિશ્વ કપમાં 5 સદી ફટકારનારા પોતાના શાનદાર પરફોર્મન્સ માટે મળ્યો છે.

READ  ICC વિશ્વ કપની ફાઈનલ મેચને લઈને આ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, આ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ

Image result for virat kohli and rohit sharma"

 

ત્યારે વિરાટ કોહલી એક શાનદાર ક્રિકેટર હોવાની સાથે સાથે એક સારૂ વ્યક્તિત્વ પણ છે. જેનો પૂરાવો તે ઘણી વખત આપી ચૂક્યા છે. ICC ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’નો એવોર્ડ વિરાટ કહોલીને મળ્યો છે. વિરાટ કોહલીને આ એવોર્ડ તેમના તે વ્યવહારથી આપવામાં આવ્યો, જ્યારે તેમને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર માટે હૂટિંગ કરવાથી રોક્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈ પોલીસે આ જાણીતા બોલીવુડના અભિનેતા સામે બળાત્કારનો કેસ નોંધીને શરુ કરી તપાસ

આ તે સમયની વાત છે જ્યારે પ્રતિબંધ પુરો થયા પછી સ્મિથ અને વોર્નરે વન-ડે ક્રિકેટમાં પરત આવ્યા હતા. ભારતમાં રમાયેલી એક મેચ દરમિયાન લોકો સ્મિથને જોઈને હૂટિંગ કરવા લાગ્યા, ત્યારે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીએ ફેન્સને રોક્યા અને સ્મિથને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય ભારતીય ક્રિકેટર દીપક ચહરને પણ ICC એવોર્ડમાં સન્માનિત કરવામાં આવ્યા છે. દીપક ચહરને ICC પરફોર્મર એવોર્ડ મળ્યો છે. ચહરને આ એવોર્ડ બાંગ્લાદેશની સામે તેમના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.

READ  VIDEO: કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રીના 3 કલાકે TCએ ટિકિટ માગતા 10 લોકોએ માર માર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી, રાસગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

 

Oops, something went wrong.
FB Comments