વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશે, ICC એ પોતાના કારણો સામે કર્યા, હવે અંતિમ નિર્ણય સરકાર લેશે

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં તેના અંગે ICC ના સીઇઓ ડેવ રિચર્ડસને પ્રતિક્રિયા આપી છે. રિચર્ડસનના અનુસાર, બંને ટીમો આઇસીસીના કરાર સાથે સંકળાયેલી છે. જેથી મોટી ટુર્નામેન્ટોમાં મેચ રમવી આવશ્યક છે.

ડેવ રિચર્ડસને સ્પષ્ટ કર્યું કે, આઇસીસી ટુર્નામેન્ટો માટે તમામ સભ્ય દેશની ટીમે હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે ટૂર્નામેન્ટની તમામ મેચ તમામ ટીમમે આવશ્યક રીતે રમવાની રહેશે. જો તેઓ તેમ કરશે નહીં તો સામેની ટીમને બે અંક આપી દેવામાં આવશે.

READ  'હેટ્રિક' લેવા છતાં મોહમ્મદ શમીને આ કારણથી ના મળ્યો 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ

આ પણ વાંચો : હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

ભારતે 16 જૂનના પાકિસ્તાન સામેની મેચનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને જેના માટે મેનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ન રમવા માટેનો નિર્ણય કર્યો છે. પરંતુ ICC દ્વારા તેને માન્ય રાખવામાં આવ્યું નથી.

ICC ના વલણને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ યોગ્ય ગણાવ્યો નથી. અને તેમણે કહ્યું છે કે, આ મુદ્દે નિર્ણય સરકારે લેવાનો રહેશે. જો સરકાર રમવાની પરવાનગી આપશે તો ચોક્કસથી રમવામાં આવશે. પરંતુ આ રીતે આઇસીસી અનુસાન લગાવી શકે નહીં.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે પણ તેના પર રોષ વ્યક્ત કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમનારી મેચ પહેલાં જ બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘણો વિવાદ સામે આવી રહ્યો છે.

READ  ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

Oops, something went wrong.

FB Comments