વિશ્વ કપ 2019માં જે નિયમ હેઠળ ઈંગ્લેન્ડ પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું તે નિયમ ICCએ કર્યો રદ

વિશ્વ કપ 2019માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો પણ આ ખિતાબ ઈંગ્લેન્ડે ICCના એક ખાસ નિયમ નીચે જીત્યો હતો. વિશ્વ કપની ફાઈનલ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાનમાં રમાઈ હતી. આ મેચનું પરિણામ બાઉન્ટ્રીની ગણતરી પરથી કાઢવામાં આવ્યું હતું પણ ICCએ હવે આ નિયમને હટાવી લીધો છે.

ICCની સુપર ઓવરમાં બાઉન્ટ્રી નિયમના કારણે જ ઈંગ્લેન્ડ પ્રથમ વખત વિશ્વ કપ જીતવામાં સફળ થયું પણ શાનદાર પ્રદર્શન કરનારી ન્યૂઝીલેન્ડની ટીમ આ ખિતાબ જીતી શકી નહતી. ICCએ કહ્યું કે ગ્રુપ સ્ટેજમાં જો સુપર ઓવર ટાઈ રહે છે તો ત્યારબાદ મુકાબલો ટાઈ રહેશે. ત્યારે સેમીફાઈનલ અને ફાઈનલમાં જો સુપર ઓવર હોય છે, ત્યારે જે પણ ટીમ વધારે રન બનાવે છે તે વિજેતા હશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી એક ટીમ બીજી ટીમથી વધારે રન નથી બનાવતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે મેમો ફાડવા બાબતે થઈ મારામારી, જુઓ VIDEO

ઉદાહરણ તરીકે જો ગ્રુપ સ્ટેજમાં 2 ટીમ 50 ઓવરમાં એક જ સ્કોર બનાવે છે, ત્યારે મેચના પરિણામ માટે સુપર ઓવર થશે પણ જો સુપર ઓવરમાં પણ સ્કોર સરખો રહે છે, ત્યારે મેચનું પરિણામ ટાઈ રહેશે અને બંને ટીમને સરખા પોઈન્ટ મળશે પણ સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં આવું થશે નહીં. સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં ત્યાં સુધી સુપર ઓવર હશે, જ્યાં સુધી કોઈ એક ટીમ બીજી ટીમથી વધારે રન ના બનાવી લે.

સોમવારે થયેલી ICCની બોર્ડની બેઠક પછી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ICC ક્રિકેટ સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીની સમિતિની ભલામણ પછી આ સહમતિ બની કે સુપર ઓવરનો ઉપયોગ ICCની મેચમાં ચાલુ રહેશે, તેને ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે, જ્યાં સુધી ટૂર્નામેન્ટનું પરિણામ સ્પષ્ટ રીતે ના આવે.

READ  લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીને જ નથી મળી રહી રેલવેની કનફર્મ ટિકિટ તો સામાન્ય જનતાની તો શું હાલત થાય ?

આ મામલે ક્રિકેટ સમિતિ અને CEC બંને સહમત હતા કે રમતને રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વન-ડે અને ટી-20 વિશ્વ કપની તમામ મેચોમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રુપ સ્ટેજ પર જો સુપર ઓવર પછી મેચ ટાઈ રહેશે તો તેને ટાઈ માનવામાં આવશે પણ સેમીફાઈનલ અને ફાઈનલમાં સુપર ઓવર ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી એક ટીમ વધારે રન નથી બનાવી લેતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ લોર્ડસના મેદાન પર રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી દીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 241 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનવા માટે 242 રનની જરૂર હતી પણ મેજબાન ટીમ પણ 50 ઓવરમાં 241 રન જ બનાવી શકી અને મેચ ટાઈ થઈ હતી.

READ  વિશ્વ કપ ફાઈનલ મેચમાં જો બાઉન્ડ્રીની ગણતરી પણ બંને ટીમની સરખી થઈ હોત તો કેવી રીતે થયો હોત જીતનો નિર્ણય?

આ ટાઈ મેચનું પરિણામ લાવવા માટે સુપર ઓવર કરાવવામાં આવી હતી. ઈંગ્લેન્ડે એક ઓવરમાં 15 રન બનાવ્યા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ પણ 15 રન જ બનાવી શકી. તેથી મેચ ફરી ટાઈ થઈ. ત્યાં પણ કોઈ પરિણામ આવ્યું નહી તો મેચમાં કઈ ટીમ તરફથી વધારે બાઉન્ટ્રી લગાવવામાં આવી તેના આધાર પર મેચનું પરિણામ આવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈંગ્લેન્ડે તેમની ઈનિંગમાં કુલ 26 બાઉન્ટ્રી ફટકારી અને ન્યૂઝીલેન્ડે કુલ 17 બાઉન્ટ્રી ફટકારી. તેના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું પણ ICCએ હવે આ બાઉન્ટ્રી કાઉન્ટ નિયમને રદ કરી દીધો છે.

 

Top News Stories From Gujarat: 21/11/2019| TV9GujaratiNews

FB Comments