જાસુસીના આરોપમાં સજા ભોગવી રહેલા ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવના કેસ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવશે

પાકિસ્તાનમાં જાસુસીના આરોપમાં સજા ભોગવી રહેલા ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવના મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. તે માટે પાકિસ્તાનના કાયદાકીય નિષ્ણાંતોની એક ટીમ નેધરલેન્ડ પહોંચી ગઈ છે.

પાકિસ્તાનની કાયદાકીય ટીમનું નેતૃત્વ દેશના એટર્ની જનરલ મંસૂર ખાન કરી રહ્યા છે. ટીમની સાથે પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલ પણ પહોંચ્યા છે. પાકિસ્તાનના કાયદાકીય નિષ્ણાંતો મુજબ ICJ કુલભૂષણ જાધવને મુક્ત કરવાની ભારતની વિનંતીને નકારી કાઢશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય નૌકાદળના નિવૃત અધિકારી કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવની પાકિસ્તાની સુરક્ષા દળોએ જાસુસી અને આતંકવાદના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ જાધવને આ મામલે મોતની સજા સંભળાવવામાં આવી હતી પણ ભારત પાકિસ્તાનના દાવાને રદ કરતુ આવી રહ્યું છે.

READ  ઉત્તર પ્રદેશના આ બાહુબલીને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે, સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મામલે ભારતની દલીલ છે કે કુલભૂષણ જાધવ નિવૃતીને લઈને બિઝનેસના કારણે ઈરાન ગયા હતા. જ્યાંથી તેમને પાકિસ્તાનના ગુપ્ત અધિકારીઓએ ઝડપી લીધા હતા. ભારતે પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જાધવને ફાંસીની સજા સંભળાવ્યા પછી તેની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. હવે આ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ તેમનો નિર્ણય આપશે.

READ  આ છે દુનિયાની સૌથી સુંદર ચલણી નોટ, જાણો ભારતની ચલણી નોટને કયો નંબર મળ્યો?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિએના સંધીનું ઉલ્લંઘન

કુલભૂષણ જાધવને રાજદ્વારી પ્રવેશ આપવા માટે વારંવાર ઈનકાર કરીને પાકિસ્તાન વિએના સંધીની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન માટે 8 મે 2017ના રોજ ICJના દરવાજા ખખડાવ્યા હતા. ICJની 10 સભ્યતાની પીઠે 18 મે 2017ના રોજ પાકિસ્તાનને જાધવની મોતની સજાના અમલ પર રોકી દીધુ હતુ.

READ  વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

[yop_poll id=”1″]

ICJમાં સુનાવણી દરમિયાન ભારત અને પાકિસ્તાન બંને દેશોએ તેમનો પક્ષ રાખ્યો હતો. આ મામલે ભારતનો પક્ષ રાખનારા હરીશ સાલ્વેએ પાકિસ્તાનની સૈન્ય કોર્ટના કામકાજ પર સવાલ ઉઠવ્યા હતા અને જાધવની મોતની સજાને રદ કરવા માટે સંયૂક્ત રાષ્ટ્રીની આ કોર્ટને વિનંતી કરી હતી.

આ પણ વાંચો: VIDEO: ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

 

Ahmedabad: Demonetized notes being sold online by Chinese company, complaint filed | TV9News

FB Comments