ઈડરમાં દલિત સગીર કિશોરીને ભગાડી જવા મામલે એક માસથી કાર્યવાહી ન થતાં દલિત સમાજે રેલી કાઢીને રોષ ઠાલવ્યો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાની દલીત સગીર કિશોરીને  લાલચ આપીને ભગાડી જવાના મામલે ઇડર શહેરમાં જનઆક્રોશ રેલી દલીત સમાજ દ્રારા યોજવામા આવી હતી. પોલીસ દ્રારા કોઇ નક્કર પગલા નહી લેવાતા હોવાના આક્ષેપ સાથે રેલી યોજીને કિશોરીને પરત શોધી લાવવાની માંગ કરી હતી.

ઇડર તાલુકા વિસ્તારની છેલ્લા એક માસ ઉપરાંતથી સગીર કિશોરી ગુમ થઇ છે અને આ માટે થઇને ઇડર પોલીસ ઉપરાંત સાબરકાંઠા પોલીસને પણ અનેક વાર રજુઆતો દલીત સમાજ અને કિશોરીના પરીવાર દ્રારા કરવા છતાં પણ તેના કોઇ જ સગડ પોલીસ મેળવી નહી શકતાં કે નક્કર પગલાં નહી દાખવવાને લઇને પોલીસ સામે આજે રોષ દાખવ્યો હતો. જે માટે થઇને દલીત સમાજના આગેવાનો અને લોકોએ ભેગા મળીને ઇડર શહેરમાં જન આક્રોશ રેલી યોજી હતી. રેલી યોજીને દલીત સમાજ દ્રારા સગીરાના પરિવારને ન્યાય ન મળતા પોલીસ અને પ્રશાશનને 24કલાકનું અલ્ટીમેટમ અપાયું છે.  આ બાબતે નક્કર પગલા ભરી સંતોષજનક પરિણામ આપવામાં આવે. રેલી યોજી પોલીસ સામે આક્ષેપો યોજી સાબરકાંઠા પોલીસ અધીક્ષક અને ધારાસભ્ય  વિરોધી નારા લગાવ્યા હતા અને જેને લઇને પોલીસ પણ જાણે કે એકાએક સફાળી થઇ ઉઠી હતી અને દલીત આગેવાનોને બેઠક યોજી કાર્યવાહી કરવા માટેની સાંત્વન પાઠવવામા આવી હતી. 

READ  2 ગેંગના સભ્યોએ પોલીસ સ્ટેશનને બનાવી દીધું અખાડો, પોલીસની હાજરીમાં ખુલ્લાં હાથે મારામારી કરી મચાવ્યું તોફાન, જુઓ Video

સાબરકાંઠા જીલ્લાના અને ઇડરના દલીત આગેવાન રામભાઇ સોલંકીના મુજબ ગુરુવારે જિલ્લા પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીકે દલીત સમાજના આગેવાનો સાથે બેઠક યોજવા માટે કચેરીએ આવવા માટે જણાવ્યુ છે.  જે પ્રમાણે હિંમતનગર સ્થિત જિલ્લા પોલીસ અધીક્ષકના કાર્યાલય ખાતે એસસી એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક અને એસપી સાથે બેઠક યોજવામાં આવશે.

જેમાં પોલીસે સગીરાના ગુમ થયા અંગે અને તે માટે અપેક્ષિત આરોપી સામે પોસ્કો સહીતની કલમો પોલીસે કેમ નથી લગાવી તે બાબતે પણ રજુઆત કરવામાં આવશે. સમાજની દીકરીને પાછી લાવવા માટે અને તેના પરીવારને યોગ્ય સંતોષકારક ન્યાય આપવા અંગે પણ રજુઆત કરાશે. યોગ્ય સંતોષજનક કાર્યવાહી નહી કરાય તો ઉગ્રતા ભર્યા કાર્યક્રમ પણ યોજીવાની વાત પણ કરવામાં આવી હતી.  [yop_poll id=1642]

READ  વડોદરા પોલીસે ઠેર-ઠેર કોના પોસ્ટર લગાવીને કરી ઈનામની જાહેરાત, જુઓ PHOTOS

Coronavirus cases on rise in Maharashtra, 327 cases reported till the day | Tv9GujaratiNews

FB Comments