સરકાર પર દબાણ લાવવા માટે કોંગ્રેસ કરી શકે છે હાર્દિકની મદદ ! પરેશ ધાનાણી સાથે બેઠક બાદ નવા સમીકરણો

hardik_Tv9
hardik_Tv9

પાસ નેતા હાર્દિક પટેલ ફરી એક વખત અનામત મુદ્દે એકશનમાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળ્યા પછી હાર્દિકે આજે કોંગ્રેસ નેતા પરેશ ધાણાની સાથે મુલાકાત કરી છે. જેમાં તેમને અનામ અપાવવા માટે કોંગ્રેસની મદદ અંગે પણ ચર્ચા કરી છે. એટલું જ નહીં કોંગ્રેસને પ્રાઇવેટ બિલ લાવવા માટે પણ વિચાર આપ્યો છે.

આજની બેઠકમાં પરેશ ધાણાની અને હાર્દિક ઉપરાંત પાસના ઘણાં નેતાઓ હાજર રહ્યા હતા. જેમણે પણ અનામતના મુદ્દે કોંગ્રેસની મદદ અને કોંગ્રેસ કઈ રીતે સરકારના પર દબાણ કરી શકે છે જેના પર વિચાર માંગ્યો છે.

READ  સિંગતેલના ભાવમાં થયો ફરી ઘટાડો, જુઓ VIDEO

આ પણ વાંચો : VIRAL કેટલું રીઅલ ? શું પ્રયાગરાજને કુંભ 2019 માટે મક્કા જેટલું સુંદર બનાવવામાં આવી રહ્યું છે ?

આ મામલે પરેશ ધાનાણીએ પોતાના પક્ષ તરફથી તમામ મદદ આપવામાં આવશે તેવી હામી ભરી છે. તેમજ આ મુદ્દે કોંગ્રેસની કોર ટીમ મદદ કરવા તૈયાર રહેશે.

આ પહેલાં હાર્દિકે પત્રમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને અનામત આપવાનો નિર્ણય કરાયો છે..જ્યારે ગુજરાતમાં પાટીદારો ત્રણ વર્ષથી અનામત માટે આંદોલન ચલાવી રહ્યા છે. તેથી વિપક્ષ કેવી રીતે મદદરૂપ થઇ શકે તેની ચર્ચા કરવા મુલાકાત કરશે.

READ  બોલીવુડના સુપરસ્ટાર હિરો અને હિરોઈનના નામ પાછળ પણ છૂપાયેલું છે એક બીજું નામ

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=”120″]

Top 9 Metro News Of The Day : 27-02-2020 | Tv9GujaratiNews

FB Comments