પાકિસ્તાન મંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને આપી ધમકી, કહ્યું કે પાકિસ્તાની ટીમ કાળી પટ્ટી ધારણ કરી ભારતનો વિરોધ કરશે

પુલવામા આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિ છે. તેના કારણે વલ્ડૅ કપમાં ભારત પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ ના રમાઈ તેવી માગ કરવામાં આવી રહી છે.

ICCએ કહ્યું છે કે આ પ્રકારની માગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર સ્વીકારી શકાય તેમ નથી. તે દરમિયાન પાકિસ્તાનના માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે ભારતીય ક્રિકેટ ટીમની ICC પાસે ફરિયાદ કરવાનો આગ્રહ કર્યો છે.

પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે આ ખાલી ક્રિકેટ નથી. મને વિશ્વાસ છે કે ICC રમત પર ચાલતી રાજનીતિમાં કાર્યવાહી કરશે. જો ભારતીય ક્રિકેટ ટીમ આ બંધ નહીં કરે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવશે અને આખી દુનિયાને કાશ્મીરમાં થઈ રહેલા ભારતના અત્યાચારને પ્રકાશિત કરવો જોઈએ. તેમને કહ્યું કે હું PCBને આગ્રહ કરુ છું કે તે ઔપચારીક વિરોધ કરે. થોડા દિવસ પહેલા ICCએ ભારતીય ક્રિકેટ બોર્ડની મેચ ન રમવાની માગને રદ કરી હતી.

READ  હવે ધોની ફરીથી 'બલિદાન બેજ' નિશાનાવાળા ગ્લવ્ઝ પહેરશે તો આ સજા આપી શકે ICC?

BJP workers perform 'hawan' on Amit Shah's b'day in Jahangirpura, Surat | Tv9

FB Comments