ગરીબોની કસ્તૂરી કહેવાતી ડૂંગળીના ભાવમાં એકાએક વધારો નોંધાઈ શકે છે, આ મુખ્ય કારણો જવાબદાર

આવનાર દિવસોમાં ડુંગળી તમને રડાવી શકે છે. કારણ કે આ વખતે 30થી 40 ટકા ડુંગળીના વાવેતરને નુકસાન થયું છે. જેથી ડુંગળીની આવકમાં ઘટાડો અને ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉનાળામાં જળસંકટ અને સિંચાઈ માટે પાણી ન મળતા ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. ગુજરાતમાં હાલ જે ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે, તે તમામ કોલ્ડ સ્ટોરેજમાંથી આવી રહ્યો છે. ડુંગળીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.

READ  દિલ્હીમાં CAA વિરોધી અને સમર્થક જૂથ વચ્ચે ભારે હિંસા, 1 હેડ કોન્સ્ટેબલનું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્ય થાવાણીએ મહિલાને માર માર્યાની ઘટના બાદ કોંગ્રેસ મહિલા મોર્ચા દ્વારા રાજીનામાની માગણી

 

વેપારીઓ પણ માને છે કે હાલ ગુજરાતમાં ડુંગળીનો જે જથ્થો આવી રહ્યો છે તે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની આવક છે. ડુંગળીના વાવેતરમાં જે ઘટાડો થયો છે તેની આડ અસર હવે શરૂ થશે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળીના લીધે ખેડૂતોને યોગ્ય મહેનતાણુ પણ ન મળતા તેઓ રોકડિયા કે લાભદાયી પાક તરફ વળ્યા છે. ડુંગળીની આવક ઘટવાનું એ પણ એક કારણ છે. આ સાથે જ વેપારીઓનું માનવુ છે કે હાલ હોલસેલમાં 9થી 13 રૂપિયા કિલો વેચાતી ડુંગળી સીધી રીતે 15થી 17 રૂપિયા હોલસેલમાં વેચાશે એટલે કે રિટેલમાં ડુંગળી 25થી 30 રૂપિયે કિલો વેચાશે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

READ  અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાનો ભરડો, પાણીજન્ય રોગોના 1500 જેટલા કેસ નોંધાયા, જુઓ VIDEO

Top 9 Sports News Of The Day : 24-02-2020 | Tv9GujaratiNews

 

FB Comments