વિશ્વ કપ ફાઈનલ મેચમાં જો બાઉન્ડ્રીની ગણતરી પણ બંને ટીમની સરખી થઈ હોત તો કેવી રીતે થયો હોત જીતનો નિર્ણય?

ઈંગ્લેન્ડે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને વિશ્વ કપ 2019માં ચેમ્પિયન બન્યુ. 23 વર્ષ પછી ક્રિકેટને એક નવી ચેમ્પિયન ટીમ મળી છે. 1996માં ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રીલંકાએ વિશ્વ કપ જીત્યો હતો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 4 વખત અને ભારત 1 વખત વિશ્વ કપ જીત્યો.

વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ સુપર ઓવર હતી અને તેમાં પણ આ પ્રથમવાર ઘટના બની હતી. જ્યારે કોઈ સુપર ઓવર પણ ટાઈ થઈ હોય. તે પહેલા કોઈ પણ ICC ટૂર્નામેન્ટના ફાઈનલમાં સુપર ઓવરથી નિર્ણય થયો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે સુપર ઓવરમાં બંને ટીમોનો સ્કોર બરાબર રહ્યો હતો. તેથી જે ટીમની સૌથી વધુ બાઉન્ડ્રી હતી, તેના આધારે ટીમને જીત આપવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. જ્યારે ટાર્ગેટ પુરો કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ પણ 50 ઓવરમાં 241 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી.

READ  World Cup 2019: પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ-ભારતમાંથી કોનો કેપ્ટન વધુ હોશિયાર? જાણો નંબરનું ગણિત

મેચ ટાઈ થઈ અને પછી નિર્ણય સુપર ઓવરથી થયો. સુપર ઓવરના નિયમ મુજબ જે ટીમે બીજી ઈનિંગમાં બેટિંગ કરી હોય. તે ટીમને પહેલા બેટિંગ કરવા માટેની તક મળે છે. તેથી ઈંગ્લેન્ડે પહેલા સુપર ઓવરમાં બેટિંગ કરી. બેન સ્ટોકસ અને જોસ બટલરે સુપર ઓવરમાં 2 ફોરની મદદથી 15 રન બનાવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજા નંબર પર બેટિંગ કરવા આવેલા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને જિમી નીશમે એક સિક્સરની મદદથી 15 રન બનાવ્યા. સુપર ઓવરના નિયમ મુજબ બંને ટીમને 6 બોલ અને 3 બેટસમેન મળે છે. જો 2 વિકેટ પડી જાય તો ઓવર ખત્મ થઈ જાય છે.

આ પણ વાંચો: સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

જો સુપર ઓવરમાં પણ બંને ટીમોનો સ્કોર ટાઈ થાય છે તો તેના માટે વિશ્વ કપની ‘પ્લેઈંગ કન્ડીશન્સ’ મુજબ બંને ટીમોની બાઉન્ડ્રીની સંખ્યા ગણવામાં આવે છે. તેથી મુખ્ય ઈનિંગ અને સુપર ઓવરમાં લગાવવામાં આવેલી બાઉન્ડ્રીની સંખ્યા ગણવામાં આવે છે.

READ  વિશ્વ કપમાં પ્રથમ જીત પછી વિરાટ કોહલી માટે ખરાબ સમાચાર, લાગ્યો દંડ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈંગ્લેન્ડે તેમની ઈનિંગમાં 22 ફોર અને 2 સિક્સર સહિત 24 બાઉન્ડ્રી લગાવી હતી. ત્યારે સુપર ઓવરમાં પણ 2 ફોર લગાવી હતી. આ પ્રકારે ઈંગ્લેન્ડે કુલ 26 બાઉન્ડ્રી લગાવી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 14 ફોર અને 2 સિક્સરની સાથે કુલ 16 બાઉન્ડ્રી લગાવી હતી. જ્યારે સુપર ઓવરમાં માત્ર 1 સિક્સર લગાવી હતી.

જો બાઉન્ડ્રી પણ સરખી લગાવી હોય તો?

જો સુપર ઓવરમાં સ્કોર ટાઈ થવા પર બંને ઈનિંગની બાઉન્ડ્રીથી પણ નિર્ણય ના કરવામાં આવતો તો જીતનો નિર્ણય આ પ્રકારે થઈ શકતો. જે ટીમે તેમની મુખ્ય ઈનિંગમાં (સુપર ઓવરને છોડીને) સૌથી વધારે બાઉન્ડ્રી સ્કોર કર્યો હોય, તેને જીત મળતી. જો તે સ્કોર પણ સરખો રહેતો તો પછી નિર્ણય સુપર ઓવરના છેલ્લા બોલથી પ્રથમ બોલ પર કરેલા સ્કોરના આધાર પર નક્કી કરવામાં આવે છે.

READ  જુઓ VIDEO: IPLમાં ફરી દેખાશે યુવરાજ?

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે તેમની સુપર ઓવરના છેલ્લા બોલ પર ફોર મારી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડને છેલ્લા બોલ પર માત્ર 1 રન મળ્યો હતો. જો છેલ્લા બોલ પર બંને ટીમનો સ્કોર બરાબર હોય તો પાંચમાં બોલના રનની તુલના કરવામાં આવતી. આ પ્રકારે પ્રથમ બોલ સુધી બંને સ્કોરીની તુલના થતી, જે પણ બોલ પર કોઈ એક ટીમે વધારે રન કર્યા હોય તો તેના આધાર પર નિર્ણય આપવામાં આવતો.

 

Oops, something went wrong.
FB Comments