• April 20, 2019

જો ભાજપનો આ દાવ ઉલટો પડ્યો તો થશે મોટું નુકસાન, પાર્ટીએ 3 નવા ચહેરાને ઉમેદવાર જાહેર કરીને આપ્યો છે સંદેશ

ગુજરાત  ભાજપ  માટે લોકસભાના ઉમેદવારોની જે બીજી લીસ્ટ જાહેર થઈ તેમાં 3 સીટીંગ સાસંદનું પત્તુ કાપી નાખવામાં આવ્યું તો 3 નવા ઉમેદવારનો ટીકીટ આપી દેવામાં આવી. 3 પૈકી 2 એવા નામો જેની ચર્ચા પણ સ્થાનિક પાર્લામેન્ટરી બોર્ડમાં થઇ ન હતી.

આમ તો ભાજપે એવા જ સીટો ઉપર નામ બદલ્યા છે જ્યા સૌથી વધુ વિવાદ હતો. પોરબંદર, પંચમહાલ અને બનાસકાંઠાના ઉમેદવારોના નામ બદલીને પાર્ટીએ સીધો સંદેશ આપ્યો કે જો સ્થાનિક કક્ષાએ કદ્દાવર નેતાઓ વચ્ચે વિવાદ થશે તો પાર્ટી નવા નામને તક આપશે પણ આનાથી ભાજપને ફાયદાને બદલે નુકશાન પણ થઇ શકે છે.

ઉમેદવારોને બદલી આપ્યો ભાજપે મોટો સંદેશ !

ભાજપે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે વધારાના 3 ઉમેદવારોની જાહેરાત કરી જેમાં પોરંબદર, બનાસકાંઠા અને પંચમહાલના ત્રણેય સીટીંગ ઉમેદવારોને બદલીને સીધો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે બાકીના 7 સીટો ઉપર પણ ઉમેદવારો પણ બદલાઇ શકે છે. પાર્ટીએ સીધો સંદેશ આપી દીધો છે જે સીટો ઉપર જાતિગત સ્થિતિ અને સ્થાનિક કદ્દાવર નેતાઓ વચ્ચે વિવાદ હશે ત્યાં પાર્ટી પાસે નવા ઉમેદવારોનો વિકલ્પ છે. જેથી સાથે રહેશો તો ટિકીટ મળશે તેવું ભાજપે શાનમાં સમજાવી દીધું છે. આ વાત પાર્ટીએ સીધી રીતે બાકીના 10 પૈકી 3 નામો જાહેર કરીને સ્થાનિક નેતાગિરીમાં પહોચાડી છે.  અમુક નિષ્ણાંતો માની રહ્યાં છે કે  પાર્ટીના આ સંદેશની આડઅસર પણ પડી શકે છે.

રમેશ ધડુકને મળ્યુ ઇનામ!

પોરંબદરની કરીએ તો અહીં વિઠ્ઠલ રાદડીયા પરિવાર અને જસુમતિ બેન કોરાટ જુથ વચ્ચે ટિકીટને લઈને ચણસા ચણસી હતી. બન્ને જુથો વચ્ચે આ વખતે ખેંચતાણ હતી ઉપરાંત બન્ને જુથે ચિમકી પણ આપી હતી કે જો એક જુથને ટીકીટ મળશે તો બીજા જુથનો વિરોધ રહેશે. આ માટે જ  અહીંથી ભાજપે ઉદ્યોગપતિ અને લેઉઆ પાટીદારોના આગેવાન એવા રમેશ ધકુડને ટીકીટ આપી છે.

રમેશ ધડુક ભાજપના અધ્યક્ષ અમિત શાહના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.  અમિત શાહ જ્યારે કાયદાકીય ગૂંચમાં હતા ત્યારે પણ રમેશ ધડુકે તેમની મદદ કરી હતી અને તે પોતે  સહકારી આગેવાન પણ છે.  વધુ જોવા જઈએ તો પાટીદાર અનામત આદોલનમાં પડદાની પાછળ રહીને ભાજપ માટે ડેમેજ કંટ્રોલ પણ તેઓએ કર્યુ હતું, જેના કારણે તેમને આ ટીકીટ આપવામાં આવી છેય ટૂંકમાં પાર્ટીએ તેમને ઈનામ આપી દીધું છે.


હવે આ પોરબંદર ઉપરના બીજેપીને કેમ મુશ્કેલી વધી શકે છે !

આ બેઠક અને વિસ્તાર ઉપર હંમેશાથી વિઠ્ઠલ રાદડીયા પરિવારનો કબ્જો રહ્યો છે તેઓ પક્ષ બદલતાં રહ્યા પણ તેમની ધાક એટલે કે ચૂંટણીમાં ભલ ભલા તેમની સામે ભોય ભેગા થઈ જતા હતા.  હવે જ્યારે વિઠ્ઠલ રાદડીયાની તબીયત સારી નથી તો તેમના પરિવારમાંથી ટિકીટ માંગવામાં આવી હતી પણ તે આપવામાં આવી નથી.  જેથી આ પરિવાર અને તેમના સમર્થકો નારાજ છે અને તેની વિપરિત અસર મતદાન વખતે દેખાઇ શકે છે. સુત્રોનું  માનીએ તો પાર્ટીએ જયેશ રાદડીયા અને જશુમતી કોરાટ બન્નેને આ સીટ જીતાડવાની જવાબદારી આપી છે તો બાબુ બોખિરીયાને જ આ બન્ને નેતાઓનુ સંકલન કરવા સુચના પણ આપી દેવાઈ છે.

બનાસકાઠામાં શંકર ચૌધરીની રણનીતિ થઇ સફળ!

બનાસકાઠામાં આ વખતે પાર્ટીએ હરિભાઇ ચૌધરીને રિપીટ કરવાનું મન બનાવી લીધું હતું પણ અહી કેશાજી ઠાકોરે પણ દાવો નોંધાવ્યો હતો.  સ્થાનિક કક્ષાએ માનવામા આવે છે કે કેશાજી ઠાકોર શંકર ચૌધરીના સમર્થક છે અને શંકર ચૌધરી અને હરિભાઇ ચૌધરી વચ્ચે બનતું નથી. આ દરમિયાન જો હરિભાઇ ચૌધરીને ફરી ટીકીટ મળે તો ઠાકોર સમાજ નારાજ થશે તેવા માહોલનું નિર્માણ કરાયુ જેથી શંકર ચૌધરીએ બેક પ્લાન તૈયાર કર્યો.  જેમાં મોવડી મંડળને વિવાદ વિના એવા પરબત પટેલને ટિકીટ આપવા માટે રાજી કરવામાં આવ્યા.

હવે જો પરબત પટેલ બનાસકાંઠામાં જીતે તો નિશ્ચિત તેમની થરાદ વિધાનસભા ખાલી થાય તો શંકર ચૌધરીને પેટા ચૂંટણીનો લાભ મળે અને તેઓ ફરીથી વિધાનસભામા આવી શકે અને પ્રધાનપદ પણ મેળવી શકે છે. સવાલ એ છે કે હવે આનાથી હરિભાઇ ચૌધરીના સમર્થકો નારાજ છે,  તેની આડ અસર પણ  પડી શકે છે. આ વાતનો નિવેડો લાવવા પાર્ટીએ હવે શંકર ચૌધરી, હરિભાઇ ચૌધરી અને કેશાજી ઠાકોરને આ બેઠક જીતાડવાની જવાબદારી સોંપી છે.

પ્રભાતસિંહ ચૌહાણ અને સી કે રાઉલજી વચ્ચેની લડાઇમાં ભાજપને મળ્યા રતન !

ભાજપે પંચમહાલ બેઠક ઉપર મુળ કોંગ્રેસી એવા રતનસિંહ રાઠોડને ટિકીટ આપી દીધી.  મહત્ત્વની વાત કરીએ તો રતનસિંહ મુળ કોંગ્રેસી છે અને સહકારી આગેવાન છે.  જ્યારે કોંગ્રેસે તેમને ટિકીટ ન આપી તો તેઓએ અપક્ષ લડ્યા એટલું જ નહી તેઓએ ભાજપને વિધાનસભામાં સમર્થન કર્યું. તમને જણાવી દઈએ કે પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા હતા.  પરંતુ સી કે રાઉલજીને લડાવવાની સ્થાનિક કોંગ્રેસની ઇચ્છા હતી પણ પ્રભાતસિંહને આ વાત ગમી નહી.

 

 

 

જેથી તેઓએ વિરોધ નોધાવી દીધો જેને લઇને તેઓ દિલ્હી હાઇકમાન્ડ સુધી પોતાની ફરિયાદ કરી આવ્યા. છતાંપણ  પરિણામ તો શૂન્ય જ આવ્યું. હવે એક તરફ પ્રભાતસિંહ નારાજ થયા છે તો સી કે રાઉલજીના સમર્થકોમાં પણ નારાજગી દેખાઇ રહી છે ત્યારે અહી ભાજપને નુકશાન થવાની સંભાવના છે.  ભાજપે આ સીટ જીતવા માટેની જવાબદારી પણ સ્થાનિક આગેવાનોને સોપી છે, તો સ્થાનિક આગેવાનોને સી કે રાઉલજી અને પ્રભાત સિહ ચૌહાણનું માર્ગદર્શન લેવાનું પણ કહેવાયુ છે.

જો ભાજપનો આ દાવ ઉલટો પડ્યો તો તેમને મોટું નુકસાન થવાની સંભાવના છે.

ભાજપે સીધી રીતે સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સ્થાનિક સંગઠનમાં એકતા નહી હોય તો આવી રીતે નવા નામો આવશે.  પાર્ટી પાસે એક કરતાં વધુ નામો છે જેથી કોઇએ ટિકીટો ઉપર દાવેદારી રાખવી નહીં.  બાકીની 7 લોકસભા સીટો ઉપર પણ જો સંમતિ નહી થાય અને આવો વિવાદ રહેશે તો નવા ઉમેદવારો આવવાની સંભાવના બિલકુલ પ્રબળ છે.  ચિંતાનો વિષય એ છે કે ભાજપનો દાવ ઉલટો પડ્યો તો તેના લીધે વધારે નેતાઓની નારાજગી પરીણામોમાં દેખાઈ શકે છે. આમ ભાજપના નેતાઓ પણ વાકેફ છે કે દાવ ઉલટો પડવાથી પાર્ટીને મોટું નુકસાન થવાની સંભાવના છે.

DCP Akshayraj addresses press after scuffle breaks out at Hardik Patel's public meeting in Ahmedabad

FB Comments

Hits: 9489

Anil Kumar

Read Previous

લોકસભા ચૂંટણી જીતવા પાર્ટીઓ સાયબર એજન્સીઓના સહારે, ડેટાનો ખોટો ઉપયોગ ન થાય તે માટે મતદારોએ સર્તક રહેવું જરુરી

Read Next

વડાપ્રધાન મોદીએ ‘મિશન શક્તિ’ના સંબોધનમાં આચાર-સંહિતાનો ભંગ કર્યો કે નહીં તેની તપાસ થશે

WhatsApp chat