ન્યૂઝીલેન્ડની સામે વિરાટ કોહલી જો સદી ફટકારશે તો આ 2 રેકોર્ડ તેમના નામે થઈ જશે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં 11 હજાર રન પુરા કરવાથી માત્ર 57 રન પાછળ છે. જો તે ન્યૂઝીલેન્ડની સામે તે 57 રન બનાવશે તો તે 11 હજાર પૂરા કરનારા સૌથી ઝડપી ફાસ્ટ બેટસમેન બની જશે.

31 વર્ષના બેટસમેન વિરાટ કોહલીએ 229 વન-ડેમાં 221 ઈનિંગમાં 10943 રન બનાવ્યા છે. તે 11 હજાર રન પૂરા કરવાથી 57 રન દુર છે. કોહલી 11 હજાર રન બનાવનારા ત્રીજા ભારતીય બેટસમેન હશે. આની પહેલા સચિન તેંડુલકર અને સૌરવ ગાંગૂલી આ મુકામ મેળવી ચૂક્યા છે. 11 હજાર રન સૌથી ઝડપી પુરા કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમને આ રેકોર્ડ 284 મેચમાં 276 ઈનિંગમાં રમીને બનાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે કોહલીની વાત કરવામાં આવે તો તેમને અત્યાર સુધી 229 વન-ડે મેચ રમી છે. તેની સાથે વિરાટ 11 વર્ષથી ઓછા સમયમાં આ રેકોર્ડ બનાવનારા પ્રથમ બેટસમેન હશે. સચિન તેંડુલકરે આ રેકોર્ડ સૌથી ઝડપી 12 વર્ષ અને 41 દિવસમાં બનાવ્યો હતો. વિરાટ કોહલીને હજી વન-ડેમાં ડેબ્યૂ કર્યાના 11 વર્ષ પણ થયા નથી. 11 હજાર રન બનાવનારા કોહલી વિશ્વના 9માં બેટસમેન હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેની સાથે જ વિરાટ કોહલી એક રેકોર્ડની નજીક છે. જો તે આજની મેચમાં સદી ફટકારવામાં સફળ થશે તો તે ન્યૂઝીલેન્ડની સામે સૌથી વધુ સદી ફટકારનારા બેટસમેન બની જશે. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની વિરૂધ્ધ વિરાટ કોહલીએ 5 સદી ફટકારી છે. એક સદી ફટકારીને તે સેહવાગ અને રિકી પોન્ટિંગના 6 સદીના રેકોર્ડની બરાબરી કરશે.

આ પણ વાંચો: કરોડો અને અબજો રૂપિયાના ગોટાળા કરનારા લોકો અને ખુંખાર અપરાધીઓને પકડનારા CBI ઓફિસરનો કેટલો હોય છે પગાર

 

Ahmedabad: Commuters face tough time with waterlogged roads in Vastral| TV9News

FB Comments

TV9 Webdesk 9

Read Previous

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

Read Next

વેરાવળમાં માછીમારોને સમજાવવા પહોંચ્યા કેબીનેટ મંત્રી, માછીમારો માન્યા કે નહીં જુઓ આ Video

WhatsApp પર સમાચાર