મોટી મોટી વાત કરતું પાકિસ્તાન ‘ઠન ઠન ગોપાલ છે’, યુદ્ધ થશે તો માત્રને માત્ર 6 દિવસમાં જ ભારતના ઘુંટણિયે પડી જશે પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. ત્યારે ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના વિવિધ ઠેકાણાઓ પણ હુમલા કર્યા પછી પાકિસ્તાન પણ હરકતમાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાન એરફોર્સ દ્વારા પણ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હાલમાં કોઇ પણ મોટાં યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી.

આ મામલે ભારતના રક્ષા વિશેષજ્ઞોના અનુસાર, પાકિસ્તાન હાલમાં વિદેશી દેવામાં ડુબેલું છે. જેની પાસે પોતાના કોઇ પણ નાણાં રહ્યા નથી. એટલું જ નહીં પાકિસ્તાન વિદેશમાંથી નાણાં લઈને પોતાની લોન ચુકવી રહ્યું છે. હાલની સ્થિતિમાં પાકિસ્તાન પાસે 6 દિવસ ચાલે તેટલાં જ નાણા છે.

READ  ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ અરૂણ જેટલીએ ભરી હુંકાર,જો US પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે છે તો ભારત માટે કંઇ પણ શક્ય છે

હાલની નાણાંકીય સ્થિતિમાં ભારત સામે પાકિસ્તાન કોઈ પણ સ્થિતિમાં યુદ્ધનો સામનો કરી શકે તે સ્થિતિમાં નથી. અને જો તેમ છતાં પણ પાકિસ્તાન યુદ્ધ કરવા માટે આગળ વધે છે તો તેની અર્થતંત્ર પડી ભાંગશે. તેના નાદારી જાહેર કરવી પડે તેવી સ્થિતિમાં પહોંચી શકે છે.

 

READ  VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ

આ તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પાકિસ્તાનને વધુ મદદ મળી શકે તેમ નથી. ચીન સિવાય અન્ય કોઈ પણ શક્તિશાળી દેશ પાકિસ્તાનની મદદ માટે આવી શકે તેમ નથી. ચીન પણ પાકિસ્તાનમાં કરોડો ડોલરનું રોકાણ કરીને બેઠું છે તેથી તેને ત્યાં મદદ કરવા સિવાય કોઈ જ રસ્તો નથી.

[yop_poll id=1848]

Oops, something went wrong.
FB Comments