
તા.01–9-2019 થી ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ચકાસણીનો કાર્યક્રમ શરૂ થાય છે જે ભાઈ ભહેનોને નવા નામ નાખવા હોય કે કમી કરવા હોય તો NSVP પોર્ટલ સર્ચ કરો. ભારતનું ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in છે. સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમ 1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર 2019 સુધી ચાલશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
100% ક્ષતિરહિત મતદાર યાદી માટે આપનાં તથા આપનાં પરિવારજનોના નામ અને વિગતની તપાસ અને ચકાસણી કરીને પ્રમાણિત કરો ફક્ત 5 આસાન પગલામાં:
1. આપનાં EPIC નંબર દ્વારા www.nvsp.in પર લોગ ઈન કરો
2. આપનાં નામ, જન્મતારીખ, જાતિ, સંબંધ, સરનામું તથા ફોટોની ચકાસણી કરો
3. આપની વિગત / ફોટોમાં કોઈ ભૂલ અથવા ફેરફારની જરૂર હોય તો સુધારેલ વિગત આપો
4. કોઈ પણ એક માન્ય ઓળખ દસ્તાવેજ અપલોડ કરો
5. વધુ સેવાઓ માટે આપનો મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આપો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફાયદા:
1. નોંધાયેલ મતદારો માટે કાયમી લોગ ઈન સુવિધા
2. SMS દ્વારા નિયમિત માહિતી / સંદેશ
3. BLO/ERO સાથે વ્યક્તિગત સંપર્ક
4. આપની પરવાનગી વગર નામ કમી ન કરવાની સુવિધા
આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ
ચૂંટણીના સમય દરમ્યાન ચૂંટણીને લગતી માહિતી આપનાં મોબાઈલ અને ઈ-મેઈલ પર મેળવી શકશો. એક સાથે રહેતા પરિવારના સભ્યોનું એક જ મતદાન મથક પર ગ્રુપિંગની સુવિધા ઉપલબ્ધ થશે. વધુ માહિતી માટે www.nvsp.in વિઝિટ કરો. વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરો. મતદાર નોંધણી અધિકારી કાર્યાલયની મુલાકાત લો અથવા મતદાર સહાયતા કેન્દ્ર પર જઈ શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો:
હેલ્પલાઇન નંબર-1950, વેબસાઈટ www.nvsp.in અથવા https://eci.gov.in
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો