ટ્રેનમાં રાજસ્થાન તરફ જતા પહેલા આ હેલ્પલાઈન પર ફોન કરી પૂછજો પરિસ્થિતિ, રાજસ્થાનમાં ફરી શરૂ થયેલા ગુર્જર આંદોલનના કારણે ક્યાંક અધવચ્ચે જ અટવાઈ ન પડો

રાજસ્થાનમાં ગુર્જરોએ 5 ટકા આરક્ષણની માગને લઈને શુક્રવારે ફરીથી પોતાનું આંદોલન શરૂ કરી દીધું છે. જે અંતર્ગત ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલા શુક્રવાર સાંજે પોતાના સમર્થકો સાથે સવાઈ માધોપુરમાં રેલના પાટા પર બેસી ગયા.

ગુર્જર આંદોલનના કારણે જયપુર જતી 4 ટ્રેન્સ રદ્દ કરી દેવાઈ છે. 7 ટ્રેનોનો માર્ગ બદલી નખાયો છે. તેનાથી સવાઈ માધોપુર બયાના વિસ્તાર પર કેટલીક ટ્રેન્સ પ્રબાવિત થઈ છે. આરક્ષણ આંદોલનના કારણે પશ્વિમ મધ્ય રેલવે ઝોનના કોટા ડિવીઝનમાં 5 ટ્રેન્સને રદ્દ કરી દેવાઈ અને એકને ડાયવર્ટ કરી દેવાઈ.

આ દરમિયાન, રાજ્ય સરકારે આંદોલનકારીઓ સાથે વાતચીત માટે ઉચ્ચ સ્તરીય સમિતિનું પણ ગઠન કર્યું છે જે ગુર્જર નેતાઓ સાથે વાતચીત કરીને સમાધાન લાવવાનો પ્રયાસ કરશે. ગુર્જર આંદોલનના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર તેમજ બયાના જંક્શન રેલ સેક્શનની વચ્ચેની યાત્રા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

તો, દિલ્હીથી મુંબઈ રૂટ પર ચાલતી 22 ટ્રેન પણ આ આંદોલનના કારણે પ્રભાવિત થઈ છે. આ સ્થિતિને જોઈને ત્યાં 2 ટ્રેન્સ રદ્દ કરી દેવાઈ છે અને 2- ટ્રેન્સને ડાયવર્ટ કરી દેવાઈ છે. રેલવેએ યાત્રિકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર (0744-2467153, 0744-2467149) શરૂ કર્યો છે.

 

કિરોડી સિંગ બેંસલાના નેતૃત્વમાં આંદોલન

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં ગુર્જર સમાજને આરક્ષણ આપવાની વાત કરી હતી પરંતુ વાતચીત માટે 20 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છતાં પણ વાતચીત માટે તેમને ન બોલાવાયા. નારાજ ગુર્જર સમાજ આ માગને લઈને શુક્રવાર સાંજે મહાપંચાયત આંદોલનનો નિર્ણય કર્યો. ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલા ગુર્જરોનું નેતૃત્વ કરી રહ્યાં છે. આંદોલનના કારણે સવાઈ માધોપુર અને બયાના જંક્શન રેલ સેક્શનની વચ્ચેની યાત્રાઓ  પર અસર થઈ છે.

ગુર્જર સમુદાયના એક સદસ્યે શનિવારે કહ્યું,

“આપણી પાસે એક સારો મુખ્યપ્રધાન અને સારા વડાપ્રધાન છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ ગુર્જર સમુદાયની માગ સાંભળે. અમારી આરક્ષણની માગ પૂરી કરવી તેમના માટે કોઈ મોટી વાત નથી.”

આ આંદોલન અંગે બેંસલાનું કહેવું છે,

“પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. આ વખતે અમે નહીં ચૂકીએ. ગુર્જર નેતા પોતાની માગના સમર્થનમાં રેલ તેમજ રસ્તાઓમાં અવરોધ ઉભો કરવાની ચેતવણી આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગુર્જરોના આંદોલનનો મુદ્દો છેલ્લા 14 વર્ષોથી ચાલી રહ્યો છે.”

'Varun Yagn' organised at Rajkot market yard to please rain gods

FB Comments

TV9 Web Desk3

Read Previous

સિરિયલ ‘શક્તિ – અસ્તિત્વ કે અહેસાસ કી’માં સૌમ્યાના જીવનમાં આવ્યો વધુ એક TWIST, જુઓ VIDEO

Read Next

લોકસભાની ચૂંટણી પહેલા CM રૂપાણીના શહેરમાં કેમ ચાર રસ્તે મૂકાઈ આટલી મોટી ખરુશી? સોશિયલ મીડિયા અને લોકોમાં બની ચર્ચાનો વિષય

WhatsApp પર સમાચાર