જો તમે ઉતરપ્રદેશ કે દિલ્હી તરફ ટ્રેન, વિમાન કે બસ દ્વારા જઈ રહ્યાં છો તો મુશ્કેલીથી બચવા માટે જરૂર વાંચો આ ખબર

દિલ્હી NCRમાં ઠંડી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. વાત ધુમ્મસની હોય કે કરા પડવાની રોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે.

આજે પણ દિલ્હી સહિત ઘણાં વિસ્તારોમાં ધુમ્મસ હતી જેના કારણે જોવામાં પણ તકલીફ પડી રહી હતી. દિલ્હીની આસપાસના પહાડી વિસ્તારો હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કશ્મીર અને ઉતરાખંડમાં પણ ખૂબ બરફવર્ષા થઈ છે. જેની સીધી અસર દિલ્હીના વાતાવરણ પર પડી છે.

 

READ  પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં ફરી વધારો, આ છે નવી તારીખ

ગુરૂવારે દિલ્હીમાં જે રીતે બરફ પડયો તેને કારણે દિલ્હીનો નજારો પહાડી વિસ્તાર જેવો હતો. બરફ પડવાના કારણે લોકો ફેબ્રુઆરી મહીનામાં પણ ઠંડીથી ધ્રૂજી ઉઠયા હતા. કુલુ, રોહતાંગ, કેદારનાથ, નૈનીતાલ અને મનાલીમાં પણ હાલ ખૂબ જ બરફવર્ષા થઈ રહી છે.

ઠંડીના લીધે આ વર્ષે ઘણાં લોકોના મોત થયાં છે. જ્યારે બહારના લોકો કામકાજ માટે દિલ્હી આવતા લોકોએ રેન બસેરાનો આશ્રય મેળવ્યો હતો. રેન બસેરા પણ ઠસોઠસો ભરેલા રહ્યા હતાં. દિલ્હી પહોંચતી લગભગ 20 ટ્રેનો મોડી આવી હતી. ઘણી ફ્લાઈટ્સનો સમય બદલવો પડ્યો હતો જ્યારે બીજી તરફ રસ્તાઓ પર ધુમ્મસના કારણે અકસ્માતો પણ વધી ગયા હતા.

READ  હવામાં ફેંકેલું પાણી પળવારમાં બની જાય છે બરફ, જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ VIDEO

[yop_poll id=1244]

Coronavirus fears shave over 1,400 pts of Sensex over 4-day| TV9News

FB Comments