જો તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરો છો તો જાણી લો આ નવો નિયમ, રેલવેએ મુસાફરોની સુવિધા માટે લીધો નિર્ણય

ભારતીય રેલવેએ યાત્રિયોની સુવિધાને લઈને ફરી એક પગલું ઉપાડ્યું છે. રેલવે વિભાગ દ્વારા સતત નિયમોમાં બદલાવ કરાઈ રહ્યો છે.

IRCTCએ 7મેથી તત્કાલ બુકિંગના નિયમોમાં સરકાર દ્વારા બદલાવ કરી દેવાયા છે અને આ નિર્ણય મુસાફરોની અગવડતાને લઈને લેવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં જ્યારે પણ ટિકીટ બુક કરવાની હોય ત્યારે લોકો તત્કાલ સેવાનો લાભ લેતા હોય છે અને કાઉન્ટર પર વહેલાં આવે તેને પ્રથમ ટિકીટ મળે તેવું આયોજન કરાયું છે. 7મેના રોજથી રેલવે દ્વારા નવા નિયમોમાં એક ફેરફાર કરી દેવાયો છે જેમાં દેશના 19 સ્ટેશન પર સવારે 11 વાગ્યાને બદલે હવે 11.30 વાગ્યે ટિકીટ મળશે. પહેલાં 11 વાગ્યે ટિકીટ અપાતી હતી.

READ  શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

શા માટે કરાયો ફેરફાર?

એજન્ટોના ત્રાસના કારણે આ ફેરફાર કરાયો છે અને લોકોને તત્કાલ ટિકીટ મળી રહે તેવો ઉદ્દેશ્ય છે. નવા નિયમથી 10થી 12 વાગ્યા સુધીના સમયમાં વેબસાઈટ પરથી એજન્ટો ટિકીટ કાપી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે તત્કાલ કોટામાં આપવામાં આવતી ટિકીટને કેન્સલ કરી શકાતી નથી. પહેલાં એજન્ટો પોતાની મનમાની ટિકીટ ખરીદીને તેના મોટાભાવો મુસાફરો પાસેથી વસૂલતાં હતા જેને લઈને હવે લગામ લગાવી શકાશે. રેલવેએ કહ્યું કે નાના સ્ટેશનો પર સુરક્ષાનો પુરતો સ્ટાફ ન હોવાથી ટિકીટને લઈને મારામારીના બનાવો પણ બનતા હતા અને તેના લીધે મુસાફરોને પણ તકલીફ પડતી હતી.

 

READ  IRCTC વેબસાઈટ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર!

ક્યાં સ્ટેશનો પર લાગુ થશે આ વ્યવસ્થા?

શ્રીકૃષ્ણનગર, બાબતપુર, અંતુ, ગોસાઈગંજ, માલિપુર, જાફરાબાદ, આચાર્ય નારાયણ દેવનગર, જલાલગંજ, ખેતા સરાય, મરિયાહુ, શિવપુર, બાદશાહપુર, સેવાપુરી, જૌનપુર સિટી, મુસાફિર ખાના, લંભુઆ, ફૂલપુર, કુંડા હરનામગંજ અને કાનપુર બ્રિજનો સમાવેશ થાય છે.

 આ પણ વાંચો: કેમ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવાને કિડનેપ કરવા માંગે છે પ્રીતિ ઝિન્ટા?

Know what Kheralu BJP candidate Ajmal Thakor has to say ahead of Gujarat By-polls | TV9

FB Comments