જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!

જે લોકો રાતે 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ માટે સારા સમાચાર નથી. એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેની બિમારીનો સામનો કરવો પડી શકે છે.

શરીર માટે ઊંઘ અગત્યની છે. જો શરીરને પુરી ઊંઘ ન મળે તો તેના લીધે શરીર પણ થાકી જાય છે. જે લોકો સારી રીતે ઊંઘ નથી લઈ શકતાં તે લોકો સારી રીતે કોઈપણ કામને કરી શકતાં નથી. એક્સપેરિમેન્ટલ ફિઝિયોલોજી પત્રિકામાં એક તારણ આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે જે લોકો ઓછી ઊંઘ લે છે તેની સામે દિલની બિમારીનો ખતરો તોળાઈ રહ્યો છે.

READ  ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતના આ શહેરોમાં છે નોકરીની ઉજ્જવળ તકો

આ પણ વાંચો:  PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

બે અલગ અલગ ટિમ બનાવીને આ સંશોધનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં અડધા લોકો એવા હતા જે 8.5 કલાક સૂતા હતા અને જ્યારે અડધા લોકો એવા હતા કે જે 6.8 કલાક સૂતા હતા. જેમાં સંશોધનની ટીમને જાણકારી મળી કે ઊંઘના લીધે સ્વાસ્થ્ય અને સમગ્ર શરીરની ક્રિયાઓ પ્રભાવિત થાય છે. આ જાણકારી પ્રશ્નાલવી ભરાવીને પૂછવામાં આવી હતી.

READ  જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઈન્ટરનેટ વગર પણ ફેલાવી રહ્યા છે આતંક!

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ શોધમાં તારણ મળ્યું જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના પર દિલની બિમારીનો ખતરો ઉભો થઈ શકે છે. ઊંઘના કારણે શરીરના વિવિધ ક્રિયાઓ પ્રભાવિત થાય છે.  જેથી ઓછામાં ઓછી 8 કલાકની તો ઊંઘ લેવી જરુરી છે જેના લીધે આ ખતરો ટાળી શકાય.

READ  રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!

 

TV9 Headlines @ 4 PM: 13/12/2019| TV9News

FB Comments