Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? ‘Bar Girl in India’ સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો

Sonia Gandhi

Sonia Gandhi

આ અઠવાિયામાં બે મોટા નેતાઓના નામની જોડાયેલા ગૂગલ સર્ચ રિઝલ્ટે અમેરિકા અને પાકિસ્તાન સહિત ભારતમાં હેડલાઈન્સ બનાવી.

ટ્વિટર અને ફેસબૂક પર સેંકડો યૂઝર્સે દાવો કર્યો છે કે જ્યારે તેઓ ગૂગલ પર ‘Idiot’ સર્ચ કરીએ છીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રંપ અને ‘Bhikhari’ સર્ચ કરવાથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું નામ આવે છે. આવા પ્રકારની જ કેટલીક પોસ્ટ હવે ભારતમાં પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે જ્યારે તેઓ ગૂગલ સર્ચ એન્જિનમાં ‘Bar girl in India’ અથવા ‘Italian Bar girl’ સર્ચ કરે છે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીનું નામ અને ફોટો સૌથી પહેલા રિઝલ્ટ્સમાં દેખાય છે.

કેટલાક લોકોએ દાવો કર્યો છે કે એવું નથી કે આ પ્રકારના સર્ચ રીઝલ્ટ્સ માત્ર ગૂગલ પર જ જોવા મળી રહ્યા છે પરંતુ બિંગ સર્ચ એન્જિન પર પણ આવા પરિણામ જોવા મળી રહ્યાં છે.

ગૂગલ ટ્રેન્ડ્સનું માનીએ તો લોકોએ 19 ડિસેમ્બરે સવારે 7.30 વાગ્યાથી ‘Bar Girl in India’ ઝડપથી સર્ચ થવા લાગ્યું.

ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર ભારતના ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં તેને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું. અને 19 ડિસેમ્બરે બાર ગર્લ ઈન ઈન્ડિયા ભારતમાં સર્ચ થયેલા સૌથી મોટા ટ્રેન્ડમાં સામેલ છે.

જોકે 20 ડિસેમ્બરની સવાર સુધીમાં તેને સર્ચ કરનાર લોકોની સંખ્યા ઘટીને અડધી રહી ગઈ હતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કેવી રીતે સોનિયા ગાંધીનું નામ સર્ચમાં આવ્યું?

ઘણા બધા સોશિયલ મીડિયા યૂઝર્સ એવા પણ સવાલ કરી રહ્યાં છે કે બાર ગર્લ ઈન ઈન્ડિયા સર્ચ કરવાથી સોનિયા ગાંધીનું નામ રિઝલ્ટમાં કેવી રીતે આવ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રંપના મામલે ગૂગલ કહી ચૂક્યું છે કે જે કી-વર્ડ્સ સાથે જોડીને યૂઝર કોઈ નેતાના નામને સર્ચ કરીએ તેની અસર સર્ચ રીઝલ્ટ પર પડે છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સોનિયા ગાંધી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર એક કેમ્પેઈન ચલાવવામાં આવ્યું જેમાં દાવો કરાયો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી, ગાંધી પરિવારમાં આવતા પહેલા એક બાર ડાન્સર હતા.

આ વાતને સાબિત કરવા માટે કે સોનિયા ગાંધી એક બાર  ડાન્સર હતા, કેટલાક ફેસબુક પેજીસ પર કેટલીક ખોટી તસવીરો પણ શેર કરવામાં આવી.

કેટલાક ફેસબુક યૂઝર્સે એમ પણ લખ્યું કે જો તમને આ તસવીરોને સત્યતા ચકાસવી હોય તો તમે ગૂગલમાં ઈટાલિયન બાર ગર્લ ઈન ઈન્ડિયા સર્ચ કરીને જુઓ, તમને માલૂમ પડી જશે.

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ક્વોરા પર પણ આનાથી જોડાયેલા કેટલાંક સવાલો પોસ્ટ કરવામાં આવ્યા.

ઈન્ટરનેટની અલ્ગોરિધમની સમજ ધરાવતા લોકોનું માનવું છે કે જે લોકોએ આ સત્યતાની પુષ્ટિ કરવા માટે સોનિયા ગાંધીના નામની  સાથે બાર, ઈન્ડિયા, ગર્લ અને ઈટાલિયન કી-વર્ડનો ઉપયોગ કર્યો હશે, તેના કારણે રીઝલ્ટમાં સોનિયા ગાંધીનું નામ આવવાની સંભાવનાઓ વધી ગઈ.

સોનિયા ગાંધીની ફેક તસવીરો

એવામાં જ એક પોસ્ટ એ હતી કે જેમાં સોનિયા ગાંધીની કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી અને તેના હવાલે રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હ તી.

આ પોસ્ટની મુખ્ય તસવીર જેમાં સોનિયા ગાંધી કોઈના ખોળામાં બેઠેલા જોવા મળે છે તેની તપાસ કરી તો પળવારમાં સાચી વાત સામે આવી ગઈ.

સોનિયા ગાંધીની સાથએ માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમ
સોનિયા ગાંધીની સાથે માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમ

વર્ષ 2005માં ફોટો એજન્સી એએફપી તેમજ ગેટી ઈમેજીસ માટે આ તસવીર ફોટોગ્રાફર પ્રકાશસિંહે લીધી હતી.

29 માર્ચ 2005ના રોજ જ્યારે માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમ ભારત આવ્યા હતા ત્યારે તેમણે યુપીએ ગઠબંધનના ચેરપર્સન અને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: વર્ષ 2019 માટે નોસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી સાંભળશો તો કંપારી છૂટી જશે!

આ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. ફેક ફોટો વાઈરલ થયો તેમાં સોનિયા ગાંધી જેમની સાથે બેઠા છે તે વ્યક્તિ અબ્દુલ્લા યામીન જ છે.

આવી જ રીતે જાણીતી હૉલિવૂડ સ્ટાર મર્લિન મુનરોની 1955માં આવેલી એક ફિલ્મના પોસ્ટરને એડિટ કરીને તેને સોનિયા ગાંધીનો ફોટો બનાવી દીધો. સાથે જ રાહુલ અને સોનિયા ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી છે.

 

અન્ય કેટલાક લોકોએ ટ્વિટર પર પણ સોનિયા ગાંધીના ફેક ફોટોઝ શેર કર્યા છે. કેટલાક લોકોએ તો કોઈ પણ યુવતીઓના ફોટોઝ સોનિયા ગાંધીના ફોટો બતાવીને શેર કર્યાં છે.

https://twitter.com/IIII_Rohit_IIII/status/832669771757871106

કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું કે જો સોનિયા ગાંધી એક સમયે બાર ડાન્સર પણ હતી તો તેનાથી બદલાવ શું આવશે. આ તો બળજબરીથી કોઈના ચારિત્ર્યહનન કરવા જેવી વાત થઈ.

ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ સોનિયા ગાંધીનું વિદેશી મૂળના હોવા પર પણ સવાલ ઉઠાવતા રહ્યાં છે. જ્યારે કે હંમેશાં કોંગ્રેસ પાર્ટી આવા સવાલોની આલોચના કરતી આવી છે.

રાજનૈતિક માહોલમાં પહેલા પણ સોનિયા ગાંધીની ફેક તસવીરોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જોકે આ અંગે કોઈ તથ્યાત્મક જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ હાલ સોનિયા ગાંધીના ફેક ફોટોઝ દ્વારા એ દાવો કરાઈ રહ્યો છે કે તે ક્યારેક બાર ડાન્સર હતા.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Captured on CCTV: Miscreants seen stealing silver ornaments in a temple in Amreli| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

Priyanka Chopra-Nick Jonas Wedding Reception

Read Next

હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવું બનશે વધુ સરળ, સાબરમતી રિવરફ્રન્ટથી મળશે સી પ્લેનની સુવિધા

WhatsApp પર સમાચાર