જો તમે ફિલ્મ જોવાના શોખીન છો અને કરો છો આ કામ તો તમને થઈ શકે છે 3 લાખનો દંડ અને 10 વર્ષની સજા!

યુનિયન કેબિનેટે બુધવારે સિનેમેટોગ્રાફ એકટ 1952માં સંશોધન મંજૂર કરી દીધું છે. આ સંશોધન ફિલ્મોની પાયરેસી અને કોપીરાઈટના ઉલ્લંઘનન બાબતે છે.

 

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મોકલેલા પ્રસ્તાવને સ્વીકારી આ સંશોધનની જાણકારી આપી હતી. જેથી સિનેમેટોગ્રાફ સુધારા બિલ 2019 હેઠળ માન્ય કરી નાખ્યું છે. આ સંશોધન મુજબ નવી કલમ 6AA હેઠળ ફિલ્મોની અનધિકૃત રેકોડિંગ પર પ્રતિબંધ લગાવવા પર કલમમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કલમની સેકશન 7માં પણ એક સંશોધન કરવામાં આવ્યું છે. જેની હેઠળ કલમ 6AAની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાથી દોષીને 3 વર્ષની જેલ થશે અથવા 10લાખ સુધીનો દંડ થશે. ખાસ કેસમાં દોષીને બંને સજાઓ થઈ શકે છે.

READ  Breaking News: મુંબઈમાં બોલીવુડના ખ્યાતનામ અભિનેતા ઋષિ કપૂરનું નિધન

પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સિદ્ધાર્થ રોય કપૂરએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ સંશોધન મુજબ હવે કોઈ વ્યકિતી કોઈ પણ પ્રકારના ઓડિયો વિજયુ્અલ ડિવાઈસથી ફિલ્મ કે તેના કોઈ ભાગની ઓડિયો કે વીડિયાગ્રાફી નહીં કરી શકે. જયાં સુધી તેની પાસે અધિકૃત વ્યકિતી કે સંસ્થાની લેખિત અનુમતિ ના હોય.

[yop_poll id=1180]

Oops, something went wrong.
FB Comments