ધોનીને તમે ક્યારેય ગુસ્સામાં નથી જોયો તો જુઓ પહેલીવાર, દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં ધોનીએ લીધી એમ્પાયરની કલાસ

ચેન્નાઈ સૂપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મેદાનમાં આવીને એમ્પાયર સાથે ચર્ચા કરવા માટે ફીના 50%નો દંડ કરવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સની સામે ચેન્નાઈની બેટિંગ દરમિયાન 19મી ઓવરમાં જ્યારે સ્ટોક્સની બોલિંગ પર એમ્પાયરે નો બોલ આપ્યા પછી નિર્ણય બદલી લીધો હતો. તેની પર ધોની આઉટ થયા પછી પણ ગુસ્સામાં મેદાનમાં આવ્યા હતા અને એમ્પાયરની સાથે દલીલો કરવા લાગ્યા હતા અને નિર્ણય ના બદલવા પર તે ગુસ્સામાં જ પાછા ફર્યા હતા.

 

READ  ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

IPLના ઈતિહાસમાં લગભગ આ પહેલો કિસ્સો હતો, જ્યારે ધોની ગુસ્સામાં મેદાનની વચ્ચે ગયા હોય. BCCIએ IPLના કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન માનીને ધોની પર દંડ લગાવ્યો છે. ધોનીએ પણ તેમની ભૂલ માની લીધી અને નિયમ મુજબ IPLમાં કોઈ પણ ખેલાડી પર થયેલા દંડને ટીમની ફ્રેન્ચાઇઝી ભરે છે.

19મી ઓવરના ચોથા બોલ પર થયો વિવાદ

રાજસ્થાન માટે છેલ્લી ઓવર બેન સ્ટોક્સ નાખી રહ્યા હતા. ધોનીની સાથે રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હાજર હતા. ઓવરના ત્રીજા બોલ પર સ્ટોક્સે ધોનીને આઉટ કર્યા. ત્યારબાદ બેટિંગ કરવા માટે મિશેલ સૈંટનર આવ્યા હતા.

READ  Amazonએ પુલવામા હુમલાની તપાસમાં કરી મદદ, જાણો કેવી રીતેે થઈ 2 લોકોની ધરપકડ?

સ્ટોક્સે ચોથો બોલ નાખ્યો જેની પર એમ્પાયરે શરૂઆતમાં નો-બોલનો ઈશારો કરવા માટે હાથ ઉંચો કર્યો પણ લેગ એમ્પાયરે કોઈ ઈશારો કર્યો નહિ. ત્યારબાદ નો-બોલ આપ્યો નહિ. તેની પર ધોની ગુસ્સે થઈને મેદાન પર આવ્યા. ત્યારબાદ સમજાવ્યા પછી તે નારાજ થઈને પાછા ફર્યા હતા.

 

Oops, something went wrong.
FB Comments