તમારા ફોનને ટ્રેક કરીને કોઈ વાત તો નથી કરી રહ્યું છે? જાણો આ રીતે 2 મિનિટમાં

ફોનની સુરક્ષા જરૂરી છે કારણ કે તેના લીધે કોઈપણને માનસિક તો ખરું પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તમારો ફોન કોઈ બીજા નંબર પર ડાયવર્ટ તો નથી કરવામાં આવ્યો તે અંગે જાણકારી આજે અમે આપીશું. નીચેના સરળ સ્ટેપ્સ સમજીને તમે તમારા ફોનને વધારે સુરક્ષિત બનાવી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: નર્મદાના વીરપોર ગામ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત, આસપાસના ગ્રામજનોએ દારૂની ચલાવી લૂંટ

READ  જેલમાં રહીને ખંડણી માગવાના કેસમાં વિશાલ ગોસ્વામીની ધરપકડ કરાશે, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

*#62#

પોતાના ફોનમાં આ નંબર ડાયલ કરીને જાણકારી મેળવી શકો છો કે તમારો ફોન રિડાયરેક્ટ તો નથી કરવામાં આવ્યો. એવા કિસ્સામાં તમારો ફોન ના લાગે ત્યારે અન્યને કોલ લાગી જતો હોય છે. ઘણીવાર નેટવર્ક કંપનીના નંબર પર જ રિડાયરેક્ટ ફોન હોય છે. તો તેની જાણકારી આ નંબર ડાયલ કરીને જાણી શકશો.

READ  એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

*#21#
આ નંબર ડાયલ કરવાથી તમે જાણી શકશો કે તમારો ફોન નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે નહીં. જો ડાયવર્ટ હશે તો તેનો મોબાઈલ નંબર પણ આ નંબર ડાયલ કરવાથી સ્ક્રીન પર આવી જશે.

##002#
આ નંબર એક ખાસ નંબર છે કારણ કે આ નંબર ડાયલ કરવાથી જો તમારો ફોન ડાયવર્ટ હશે તો તેને બંધ કરાવી શકાશે. તમારે ફક્ત આ નંબર જ ડાયલ કરવાનો રહેશે. જે બાદ તમામ ડાયવર્ટ સર્વિસ બંધ કરી દેવાશે. આણ ઉપરના નંબર ડાયલ કરીને તમે તમારા ફોનની સુરક્ષા વધારી શકશો.

READ  ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલાં 5 લોકોના 2.66 લાખ રુપિયા સાબરકાંઠા સાયબર સેલ પોલીસે પરત અપાવ્યા

 

 

ICSI CS Result Announced For FInal and Executive Programmes | Tv9GujaratiNews

FB Comments