VIDEO: 73મા સ્વતંત્રપર્વ નિમિત્તે સરકારની ખેડૂતોને ભેટ, ખાતરના ભાવમાં કર્યો આટલો ઘટાડો

73મા સ્વતંત્રપર્વ નિમિત્તે સરકારે ખેડૂતો ભેટ આપી છે. આઝાદીના પર્વે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ વધારતા યુરિયા ખાતરની પ્રત્યેક થેલી પર રૂપિયા 50ના ઘટાડાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આવકાર્યો છે. અને પીએમ મોદીના આ નિર્ણયને કૃષિ માટે ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો છે.

READ  17-year-old South Mumbai teen invents solar bicycle - Tv9 Gujarati

આ પણ વાંચોઃ રાજકોટમાં મહિલા પોલીસ દ્વારા રક્ષાની સાથે સુરક્ષાનો સંદેશ, હેલમેટ ન પહેરનારાઓને રાખડી બાંધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં યુરિયા ખાતરની પ્રત્યેક થેલી પર રૂપિયા 100નો ઘટાડો કરીને કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને 1 હજાર કરોડની રાહત આપી હતી. ત્યારે એક જ મહિનામાં બીજીવાર સરકારે ખાતરના ભાવોમાં 50 રૂપીયાનો ઘટાડો કરીને દેશના ખેડૂતોને વધુ રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખેતીમાં મોટો ફાયદો થશે તેવો મત ઇફ્કોના ચેરમેને વ્યક્ત કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments