દેશની 20 મોટી સંસ્થાએ અનામતમાંથી છૂટ આપવા અંગે સરકારને લખ્યો પત્ર

ભારતની મેનેજમેન્ટ સંસ્થાઓનો સમૂહ એટલે કે IIMs દ્વારા સરકારને સામૂહિક રીતે એક પત્ર લખીને આ સંસ્થાઓમાં રિઝર્વેશન અંગે છૂટ આપવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે અને એવી માગણી કરવામાં આવી છે કે સંસ્થામાં ફેકલ્ટીના વિવિધ પદમાં એસસી, એસટી, ઓબીસી કે ઈડબલ્યુએસના વર્ગની અનામતની જગ્યાઓમાંથી છૂટ આપવામાં આવે.

&

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદની આ સ્કૂલો ફાયર સેફ્ટીના નિયમના લીરેલીરા ઉડાવી રહી છે, જુઓ VIDEO

આ પણ વાંચો :  VIDEO:ખેડૂતોની સરકાર સમક્ષ પાક સહાય માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાની માગ

ગયા અઠવાડિયે એક પત્ર લખીને આવી માગણી કરવામાં આવી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સને અધિસૂચિત કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન એક્ટ 2019માં સામેલ કરવામાં આવી છે. જેના લીધે તેઓ સેકશન 4 મુજબ રિઝવેર્શનને લઈને મુક્તિ મેળવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

 

 

હાલમાં આ સેકશન 4 હેઠળ જે સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં નેશનલ બ્રેન રિચર્સ સેન્ટર, જવાહર લાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ રિચર્સ, હોમી ભાભા નેશનલ ઈંસ્ટિટ્યૂટ, ફિઝીકલ રિચર્સ લેબોરેટરી, સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી, ઈન્ડિયન ઈંસ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો કેમ ધોનીએ 20 વર્ષ જુના મોડેલની ગાડી ખરીદી, અધધધ... કિંમત છે આશરે 1 કરોડ રૂપિયા

 

આઈએમએમ સમૂહ દ્વારા એવી દલીલ આપવામાં આવી છે કે તેમની ભરતી નિષ્પક્ષ અને તેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. જેના લીધે વંચિત વર્ગોને પણ આઈઆઈએમમાં નોકરી મળી શકે છે અને આઈઆઈએમ તેવા પ્રયાસો કરી રહી છે. જો કે આ અંગે આઈઆઈએમ દ્વારા કોઈ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

 

Unjha BJP MLA Asha Patel received ' Aadarsh Yuva MLA' award | Tv9GujaratiNews

FB Comments