IIT મુંબઈમાં ‘જંગલ રાજ’: ક્લાસરૂમમાં ગાય અને હોસ્ટેલ નજીક ચિત્તો જોવા મળ્યો

દેશની વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક IIT મુંબઈમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી IIT કેમ્પસમાં પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. IIT મુંબઈના વર્ગખંડમાં એક ગાય ઘુસી તેનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે આખલાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. 12 જુલાઈએ જ્યારે IIT માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અક્ષય તેના ઓરડા પાસે ઉભો હતો ત્યારે અચાનક તેના પર આખલાએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે વિદ્યાર્થી તેની જગ્યાએથી આગળ પણ વધી શક્યો નહીં અને 2 આખલાઓએ તેને ઘાયલ કરી દીધો. અક્ષય હજી પણ હોસ્પિટલમાં દાખલ છે.

READ  પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ અસહિષ્ણુતા!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન સેવા થઈ શરૂ, જમ્મુમાં 2જી સ્પીડ સાથે ઇન્ટરનેટ પણ શરૂ

આપણા દેશમાં ગાય બળદ સામાન્ય છે. દેશભરના રસ્તાઓ પર જોઈ શકાય છે પરંતુ દીપડાને જોતા જ કોઈના પગ નીચેથી જમીન સરકી જાય. મુંબઈ IIT કેમ્પસ 550 એકરમાં ફેલાયેલો છે. અહીંની છાત્રાલય ઉપરાંત કોલેજના કર્મચારીઓ પણ કેમ્પસની અંદર જ રહે છે. ગત શનિવારે કેમ્પસમાં દીપડો દેખાયો હતો. ત્યારથી અહીં રહેતા તમામ લોકો ડરી ગયા છે.

READ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કરી જાહેરાત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments