અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ PM મોદીના કર્યા વખાણ, કાશ્મીર મુદ્દે ઈમરાન ખાનને મળી નિરાશા

પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રશ્ન ઉભો કરવાની કોશિશ છે. અમેરિકા પહોંચતા ઈમરાન ખાન કાશ્મીરનો રાગ આલાપે છે. પરંતુ દર વખતે ઈમરાન ખાનને નિરાશા મળે છે. તો આજે ફરી ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનના ઈરાદાને નિરસ્ત કરી દીધા છે. એટલુ જ નહીં પણ ટ્રમ્પે ઈમરાન ખાનની સામે PM મોદીના વખાણ પણ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ન્યૂયોર્કમાં ઈમરાન ખાનની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ તો, ઈમરાન ખાનની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના વખાણ કર્યા હતા. જેને લઈને પાકિસ્તાનના વઝીરનું મોં બગડી ગયું હશે. ઈમરાન ખાનની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દાઓની ચર્ચા કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM મોદીએ આપી જાણકારી

ભારત સાથે છે ઘણા સારા સંબંધ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન સામે પત્રકારોને કહ્યું કે, ભારત સાથે અમારા સંબંધ સારા છે. અને મને પાકિસ્તાન પર વિશ્વાસ છે કે, તે સારું કાર્ય કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અનુચ્છેદ 370 પર PM મોદીના વખાણ

READ  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બનશે ગુજરાતનાં મહેમાન, CM વિજય રૂપાણીએ દિલ્હીમાં કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિએ હાઉડી મોદી કાર્યક્રમમાં PM મોદીના ભાષણની વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, અનુચ્છેદ 370 પર નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું. અને લોકોએ પણ પસંદ કર્યું છે.

પાકિસ્તાની પત્રકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે પ્રશ્ન કર્યો તો ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનની સામે જોયુ અને કહ્યું કે, આવા પત્રકારો ક્યાંથી લઈ આવો છો. મને તમે પસંદ આવ્યા. તમે એ જ બોલો છો જે તમે વિચારીને આવ્યા છો.

READ  હવે પાકિસ્તાનને તેના જ સાથી એવા વિશ્વના 56 ઇસ્લામિક દેશો સામે ઉઘાડું પાડવાની તૈયારી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સંભાળ્યો મોરચો

ઈમરાન ખાને ફરી એક વખત કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી કરવાની અપીલ કરી છે. જે અંગે ટ્રમ્પ કહ્યું કે, મધ્યસ્થા ત્યારે જ થઈ શકે છે જ્યારે ભારત આ માટે રાજી હોય તો.

FB Comments