અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલામાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ સામેલ હતા. જૈશના આતંકવાદીઓને કારણે જ પાકિસ્તાનનું નામ આવ્યું છે. ઈમરાને વધુમાં કહ્યું કે અગાઉ પાકિસ્તાનમાં 40 જેટલા આતંકવાદી જૂથ સક્રિય હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત કોંગ્રસના MLA અને લોકસભાના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું મોત, ફ્લાઈટ ચૂકી જતાં બસમાં આવી રહ્યો હતો પરિવાર

પાકિસ્તાનની અગાઉની સરકારોએ 40 આતંકવાદી જૂથો અંગે પાછલા 15 વર્ષોમાં અમેરિકાને કોઈ સ્પષ્ટ જાણકારી આપી ન હતી. પાકિસ્તાન પોતે જ આતંકવાદ સામે લડી રહ્યું છે. અમેરિકામાં થયેલા 9-11ના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. પાકિસ્તાનમાં કોઈ તાલિબાન ન હતા. પરંતુ લડાઈમાં અમે અમેરિકાનો સાથ આપ્યો. જ્યારે માહોલ ખરાબ બન્યો ત્યારે મે સરકારની આકરી ટીકા કરી હતી.

READ  LOC પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાનને પોતાની ધરતી પર ઓસામા બિન લાદેનની હાજરીની જાણકારી હતી. અમેરિકાની ધરતી પર આ સ્ફોટક વાતનો ઈમરાન ખાને સ્વીકાર કર્યો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ જ અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએને ઓસામા બિન લાદેન અંગે જાણકારી આપી હતી. જેની મદદથી જ અમેરિકા અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેન સુધી પહોંચી શક્યું હતું. ઈમરાન ખાનની આ ટિપ્પણી પાકિસ્તાનના સત્તાવાર નિવેદનથી તદ્દન ઉલટી છે. અગાઉ પાકિસ્તાને સત્તાવાર રીતે કહ્યું હતું કે મે 2011માં એબટાબાદમાં અમેરિકી નેવી સીલે લાદેનને ઠાર માર્યો ત્યાં સુધી બિન લાદેનના ઠેકાણાની કોઈ જાણકારી તેમની પાસે ન હતી.

READ  મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદ સામે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનો મળ્યો ભારતને સાથ, UNSCમાં પ્રતિબંધનો ફરી મૂક્યો પ્રસ્તાવ, ચીન આપશે સાથ ?

[yop_poll id=”1″]

FB Comments