પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું ‘ભાજપની સરકાર આવશે તો શાંતિ મંત્રણા માટે સારૂ, કાશ્મીર મુદ્દે પણ ઉકેલ શક્ય’

લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મોટુ નિવેદન આપ્યુ છે.

ઈમરાન ખાને કહ્યું કે જો ભાજપ ફરીથી ચૂંટણી જીતશે તો ભારતની સાથે શાંતિ મંત્રણાને લઈને સારૂ થશે. જો કોંગ્રેસની સરકાર આવશે તો આ શક્ય નહિ થાય.

 

મોદી સરકાર આવશે તો કાશ્મીર મુદ્દાનો કોઈ રસ્તો નિકળશે

ઈમરાન ખાને વધુમાં જણાવ્યુ કે જો મોદી સરકાર આવશે તો કાશ્મીર મુદ્દે કોઈ રસ્તો નીકળી શકે છે. ઈમરાન ખાને વડાપ્રધાન મોદીની તુલના ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ સાથે કરતા કહ્યું કે મોદી નેતન્યાહુની જેમ ડર અને રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.

READ  AMCમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની રજૂઆતને હાઈકમાન્ડે નકારી

જો આગામી ભારતીય સરકાર વિપક્ષી પક્ષ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ આવશે તો કાશ્મીરને લઈને પાકિસ્તાનની સાથે સમાધાન કરવાથી ડરી શકે છે પણ ભાજપ આવશે તો આ મુદ્દે કોઈ રસ્તો નીકળી શકશે.

પુલવામા આતંકી હુમલા પછી દેશભક્તિના લીધે ભાજપને મળ્યો ફાયદો

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો અને તેની પર ભારતની પ્રતિક્રિયા પછી મોદી સરકાર અને ભાજપને દેશભક્તિની લહેરથી ફાયદો મળ્યો છે. પાકિસ્તાન માટે મહત્ત્વપૂર્ણ છે કે તે તેમના પાડોશી દેશ સાથે અફગાનિસ્તાન, ભારત અને ઈરાનની સાથે શાંતિ જાળવે.

READ  ગુજરાતના RTO ચેકપોસ્ટની સરકારી ગાડી મહારાષ્ટ્રની સરહદમાં ગઈ અને પછી જુઓ શું થઈ ગાડીની હાલત!

 

Oops, something went wrong.
FB Comments