ભિખારી બની ગયેલાં પાકિસ્તાન પાસે એટલા પણ પૈસા નથી કે PM માટે અમેરિકામાં હોટેલ ભાડે રાખી શકે, ઈમરાન ખાને અમેરિકામાં રોકાવા કર્યો આ જુગાડ

પાકિસ્તાનની સરકાર પાસે હવે રુપિયાની ભારે તંગી વર્તાઈ રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન 3 દિવસ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે ત્યારે તેની પાસે ત્યાં અમેરિકાની હોટેલમાં રહેવા માટે પૈસા પણ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાનમાં લોકો પણ ત્રાહિમામ થઈ ગયા છે. લોકોની જીવન જરુરિયાતની જે વસ્તુઓ પણ ખરીદી શકતા નથી કારણ કે ભાવ આસમાને પહોંચી ગયા છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે આવા પૂરાવાઓ ભારતે ઘણીવાર આપ્યા છે. ભારતની સાથે સરખામણી કરવા માટે તેઓ પણ સેનાની તાકાત વધારી રહ્યું હતું અને પોતાના દેશમાં અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી રહ્યું છે. હવે પાકિસ્તાન કંગાળ પરિસ્થિતિમાં આવી ગયું છે અને પોતાનું લશ્કરી બજેટ પણ ઘટાડવું  પડ્યું તેવી સ્થિતિ બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાનના વડાપ્રધાન પાસે એટલા પણ રુપિયા નથી કે તેઓ સારી રીતે અમેરિકાની હોટેલમાં રોકાઈ શકે. આથી ઈમરાન ખાને જુગાડ કર્યો છે કે અમેરિકા ખાતે આવેલી પોતાના દૂતાવાસમાં જ રોકાવું. આમ કરવાથી ફાઈવ સ્ટાર કે સાત સ્ટાર હોટેલનો ખર્ચો બચાવી શકાય. આમ પાકિસ્તાનના વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત હવે અમેરિકા દ્વારા ફાળવેલાં દૂતાવાસમાં જ કરવાની તેમજ પ્રતિનિધી મંડળ ત્યાં જ રોકાઈ તેવી ઈચ્છા પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાન ખાનની છે.

આ પણ વાંચો:  ના હોય! આ એપને ફોનમાં ઈન્સ્ટોલ કરી દો અને નકલી સામાન ખરીદતા બચો!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પગલાના લીધે અમેરિકાની સુરક્ષા એજન્સીઓને તકલીફ પડી રહી છે. જ્યારે કોઈપણ દેશના વડાપ્રધાન અમેરિકામાં આવે તો તેની સુરક્ષા અમેરિકાની આ એજન્સીઓ સંભાળી લેતી હોય છે. આમ પાકિસ્તાનના વડાપ્રધાન દૂતાવાસમાં રોકાવાની જીદ પર છે જેના લીધે અમેરિકાની સુરક્ષા એજન્સીઓને તકલીફ પડી રહી છે. આ ખબર પાકિસ્તાનના જાણીતા અખબાર ડોનમાં પણ છપાઈ છે. આમ પાકિસ્તાન હવે આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે. વડાપ્રધાનની પાસે એટલા પણ પૈસા નથી કે અમેરિકાની એક હોટેલમાં સારી રીતે રોકાઈ શકે. જેથી પાકિસ્તાનના દૂતાવાસ અને પાકિસ્તાનના રાજદૂતના ઘરે રોકાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

અમેરિકાની એજન્સીઓને એ તકલીફ છે પાકિસ્તાન, ભારત અને વિવિધ દેશોના દૂતાવાસ એવી રીતે આવેલાં છે કે જ્યાંથી કોઈ મોટો કાફલો પસાર થાય તો તે શહેરના સ્થાનિક ટ્રાફિકને રોકાવું પડે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાનને મળવા માટે પણ તે વિસ્તારમાં અમેરિકાના અધિકારીઓ અને વિદેશમંત્રીને જવાની ફરજ પડે. આમ પાકિસ્તાનની આર્થિક કમર ભાંગી ગયી છે.

 

Top News Stories From Gujarat :22-07-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

ના હોય! આ એપને ફોનમાં ઈન્સ્ટોલ કરી દો અને નકલી સામાન ખરીદતા બચો!

Read Next

કર્ણાટકનું સંકટ: કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ મુંબઈની હોટેલ છોડી, હવે આ સુંદર જગ્યાએ જવા રવાના

WhatsApp પર સમાચાર