વડાપ્રધાન મોદીએ કેમ બાળકોની માંગી માફી ?,જો કે એક બાળકીએ જે જવાબ આપ્યો તે સાંભળીને મોદી પણ પોતાનું હસવું રોકી ન શકય, જુઓ વાયરલ વીડિયો

નરેન્દ્ર મોદી જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યાર થી યુવાનો અને બાળકોના કાર્યક્રમોમાં સૌથી વધુ સમય આપે છે. કયારેક તેઓ બાળકો સાથે મજાક કરતાં પણ જોવા મળે છે. આવી જ કંઈ ઘટના હાલમાં બની હતી મોદી ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમની અંતર્ગત બની હતી.

વૃંદાવનમાં વડાપ્રધાન મોદી અક્ષય પાત્ર ફાઉન્ડેશનની અંતર્ગત ત્રણ અબજમી થાળી પીરસવા પહોંચ્યા હતા. આ દરમિયાન બાળકોની વચ્ચે પહોંચ્યા અને અહીં પીએમ મોદીએ બાળકોને પૂછયું, ’12 વાગ્યે જમવાનું મળવું જોઈતું હતું , પ્રધાનમંત્રી મોડા આવ્યા, તમારું જમવાનું મોડું થઇ ગયું ને?’

જેના પર જે છોકરાંને સવાલ કરવામાં આવ્યો છે તેની બાજુમાં બેઠેલી છોકરીએ જવાબ આપ્યો છે તે સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાનના સવાલ પર બાળકીએ તરત જ જવાબ આપતાં કહ્યું કે, અમે તો સવારથી ખાવાનું ખાઇને આવ્યા હતા.

આ પણ વાંચો : મેટ્રો ફેઝ-2: અમદાવાદથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સીટી સિવાય આ સ્થળોને પણ જોડશે, વિદ્યાર્થીઓને થશે મહત્તમ લાભ

પીએમ મોદીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે બાળકોની સાથે રસપ્રદ વાતચીત રહી છે. તેમજ જમવામાં મોડું થવા પર પણ બાળકોને ખરાબ લાગ્યું નહીં. પીએમ મોદીનો આ વીડિયો 6 લાખથી વધુ વખત જોવાઇ ગયો અને 2500થી વધુ કમેન્ટ કરાયા છે. લોકો એ આ વીડિયો લઇને પોતાની પ્રતિક્રિયા પણ આપી દીધી છે.

Did you like the story?
FB Comments

Hits: 653

Comments are closed, but trackbacks and pingbacks are open.