રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને લઈને કાલે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મધ્યસ્થતા પેનલ રજૂ કરશે અહેવાલ

સુપ્રીમ કોર્ટ 10મેના રોજ શુક્રવારના રોજ અયોધ્યા વિવાદને લઈને ગઠિત કરાયેલી મધ્યસ્થતા પેનલના અહેવાલ પર સુનાવણી કરશે. પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થ પેનલ બનાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદને લઈને 10મેના રોજ સવારે સાડા દસ વાગ્યે સુનાવણી થશે. અયોધ્યા વિવાદને લઈને કોર્ટે એક મધ્યસ્થ પેનલ પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાના વડપણ હેઠળ બનાવી હતી અને તેને પોતાનો અહેવાલ 8 અઠવાડિયામાં સોંપવા પણ કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા જાહેર કરેલી સૂચના મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની ખંડપીઠ દ્વારા આ મામલાની સુનાવણી કરવામાં આવશે.

 

READ  લોકસભા ચૂંટણી 2019નો Tv9 સી-વોટર દ્વારા તૈયાર થયેલો એગ્ઝિટ પોલ, દર્શકોનો ઈન્તજાર પૂર્ણ

સુપ્રીમ કોર્ટે ગઈ 8મી માર્ચના રોજ નિર્મોહી અખાડા સિવાય બધા જ હિંદુ પક્ષકાર અને ઉત્તર પ્રદેશ સરકારના વિરોધમાં જઈને 70 વર્ષથી વિવાદીત રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા પેનલની રચના કરી હતી. જસ્ટિસ કલીફુલ્લાની અધ્યતાવાળી આ પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વિશેષજ્ઞ વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો પણ સમાવેશ થાય છે. ખંડપીઠે આ વિવાદનો ઉકેલ લાવવાને લઈને મધ્યસ્થતા બાબતે કહ્યું કે તેમાં કોઈ જ અડચણ નથી.

READ  અમદાવાદના ઈતિહાસમાં આ દિવસ નોંધાઈ ગયોઃ થૂં-થૂં-થૂં કરીને શહેર બગાડનારા પાસેથી એક દિવસમાં વસૂલ્યા........રૂપિયા

આ પણ વાંચો: ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

ખંડપીઠે મધ્યસ્થતા માટે ફૈઝાબાદની પસંદગી કરી હતી. પેનલને 8 અઠવાડિયામાં કામ પુરુ કરવા અંગે કહેવામાં આવ્યું હતું. મધ્યસ્થતાની કાર્યવાહી પણ બંધ ઓરડામાં થાય તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. હવે કાલે એ જોવું રહ્યું કે પેનલ પોતાના અહેવાલમાં સુપ્રીમની સામે શું રજૂ કરે છે?

READ  રામ મંદિર નિર્માણ માટેની કાયદાકીય લડાઈ જીતવા મોદી સરકારે કસી કમર

 

Congress hits out at BJP after cabinet minister Kunvarji Bavaliya undertakes repairing of poor roads

FB Comments